આર્થિક સર્વે 2018-19: 2025 સુધી અર્થવ્યવસ્થા 5 લાખ કરોડ ડોલર બનાવવાનો લક્ષ્ય, જાણો મહત્વપૂર્ણ વાતો
રાજ્યસભામાં ગુરૂવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ પહેલાં આર્થિક સર્વે 2018-19 રજૂ કર્યું. ઇકોનોમિક સર્વેમાં વર્ષ 2019-20માં ઓઇલની કિંમતોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2019-20માં ગ્રોથ સારો રહેવાની આશા વ્યક્ત કરી છે. આ આર્થિક સર્વેની મુખ્ય વાતો:
નવી દિલ્હી: રાજ્યસભામાં ગુરૂવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ પહેલાં આર્થિક સર્વે 2018-19 રજૂ કર્યું. ઇકોનોમિક સર્વેમાં વર્ષ 2019-20માં ઓઇલની કિંમતોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2019-20માં ગ્રોથ સારો રહેવાની આશા વ્યક્ત કરી છે. આ આર્થિક સર્વેની મુખ્ય વાતો:
LIVE : નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે
Budget 2019 : બે ભાગમાં રજૂ થાય છે આર્થિક સર્વે, જાણો કોણ કરે છે તૈયાર
1. નાણાકીય વર્ષ 19-20માં ગ્રોથ સારો રહેવાની આશા.
2. નાણાકીય વર્ષ 19-20માં જીડીપી વિકાસ દર 7% રહેવાનું અનુમાન
3. નાણાકીય વર્ષ 19-20માં રોકાણ વધવાની આશા.
4. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડાની આશા.
5. 2018થી ગ્રામીણ વિકાસએ ગતિ પકડી
6. માંગ વધવાથી રોકાણમાં તેજી આવશે.
7. ગત 5 વર્ષમાં 7.5% નો સરેરાશ જીડીપી વિકાસ દર
8. ઓઇલ કિંમતોના ઘટાડાથી ખપત વધશે
9. ગ્લોબલ ટ્રેડ ટેંશનની એક્સપોર્ટ પર અસર થશે
10. નાણાકીય વર્ષ 2025 સુધી જીડીપી વિકાસ દર 8% યથાવત રાખવાની જરૂરિયાત
11. નાણાકીય વર્ષ 2025 સુધી 5 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય
12. NBFC સેક્ટરમાં દબાણના ગ્રોથ પર અસર
13. FY20માં ઇકોનોમી માટે ઘણા નાણાકીય પડકારો
14. નાણાકીય વર્ષ 19-20માં ઇકોનોમી માટે ઘણા નાણાકીય પડકરો. ધીમો ગ્રોથ, જીએસટી, કૃષિ યોજનાઓની અસર થશે.
15. નાણાકીય વર્ષ 2021માં 3% નાણાકીય નુકસાનનું લક્ષ્ય
16. નાણાકીય વર્ષ 19-20માં ગ્રોથ ધીમો રહ્યો તો ખજાના પર અસર પડશે.