નવી દિલ્હી : તહેવારની સિઝનમાં ભારતીય રેલવે (Indian Railway)એ પ્રવાસીઓને રાહત આપી છે અને આખા વર્ષમાં 50 ટકાથી ઓછું બુકિંગ ધરાવતી 15 પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સિસ્ટમને નાબુદ કરી નાખી છે. રેલવેએ આ પગલું જુલાઈમાં આવેલા કેગના રિપોર્ટ પછી ઉઠાવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2016ના સપ્ટેમ્બરમાં આ યોજના લાગુ થયા પછી ઘણી સીટો ખાલી રહી જાય છે. આ સાથે જ ફ્લેક્સી ફેરને તર્કસંગત બનાવવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. રેલવેના સુત્રોએ કહ્યું છે કે આ યોજનામાં બદલાવથી 103 કરોડ રૂ. જેટલું નુકસાન થશે પણ ભાડું ઘટવાથી ખાલી સીટો ભરવામાં મદદ મળશે અને વધારાની આવક થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવેની રામાયણ એક્સપ્રેસ : સાવ સસ્તામાં 16 દિવસનો અફલાતુન પ્રવાસ, વિગતો જાણવા કરો ક્લિક...


નવા પ્રસ્તાવ પ્રમાણે લગભગ 100 જેટલી પ્રીમિયમ ટ્રેનોમાં છેલ્લી મિનિટ સુધી ટિકિટ બુકિંગમાં કે પછી 4 દિવસ પહેલાં ટિકિટ બુકિંગ કરાવવા પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે. જે ટ્રેનમાં ટોટલ ઓક્યુપન્સી કે પછી ટોટલ બુકિંગ 40 ટકા કરતા ઓછું હોય તો ભાડામાં 20 ટકા જેટલો ઘટાડો મળી શકે છે. હકીકતમાં સરકાર ભાડું ઓછું કરીને એક તીરથી બે નિશાન સાધવા માગે છે. તે આ રીતે જનતાનું દિલ જીતવા માગે છે અને સાથેસાથે ટ્રેનની ખાલી સીટો પણ ભરવા માગે છે. 


Happy Birthday Nita Ambani : અબજો રૂ.ની માલિકણ નીતાનું સપનું કાયમ માટે રહી ગયું અધુરું


પ્રીમિયમ ટ્રેન રાજધાની, શતાબ્દી અને દુરંતોમાં ફ્લેક્સી ફેર સ્કીમ લાગુ પાડ્યા પછી ભરે રેલવેની આવકમાં વધારો થયો હોય પણ પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. રેલવે યાત્રી સતત સરકારની ટીકા કરે છે કે વધારે ભાડું દીધા પછી પણ રેલવેની સુવિધામાં કોઈ સુધારો નથી થયો. રેલવે મંત્રાલયે 9 સપ્ટેમ્બર, 2016માં પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સ્કીમની શરૂઆત કરી હતી જેમાં 44 રાજધાની, 52 દુરંતો તેમજ 46 શતાબ્દી શામેલ છે. આ સ્કીમ અંતર્ગત દર 10% સીટ બુકિંગ પર ટ્રેનના બેઝ ફેરમાં 10%નો વધારો થઈ જાય છે. જોકે ગયા વર્ષે ડિસેમ્બરમાં મંત્રાલયે આ સ્કીમમાં મામુલી રાહત આપવાની શરૂઆત કરી છે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...