નવી દિલ્હી : સરકાર મલ્ટી બ્રાન્ડ રિટેઇલના ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને પ્રવેશની પરવાનગી નહીં આપે અને માર્કેટમાં પ્રતિસ્પર્ધાનો અંત થઈ જાય એટલી ઓછી કિંમતે વેચાણ કરનાર લોકો સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. દેશના બિઝનેસ પર કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આવી જાહેરાત કરી છે. પિયુષ ગોયલે કરિયાણાની દુકાનો, વેપારીઓ અને રિટેઇલ બિઝનેસમેની મિટિંગમાં આ વાત કરી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે પિયુષ ગોયલ વિદેશી કંપનીને દેશના મલ્ટી બ્રાન્ડ રિટેઇલના ક્ષેત્રમાં એન્ટ્રી ન આપવા માટે મક્કમ છે. કંપની બિઝનેસ ટૂ બિઝનેસ ટેકનોલોજીના નામે મલ્ટી બ્રાન્ડ રિટેઇલના ક્ષેત્રમાં કોઈ પણ વિદેશી કંપનીને પરવાનગી નહીં આપવામાં આવે. તેમણે નિવેદન આપ્યું છે કે માર્કેટમાં પ્રતિસ્પર્ધાનો અંત થઈ જાય એટલી ઓછી કિંમતે વેચાણ કરનાર લોકોને પરવાનગી નહીં આપવામાં આવે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. 


પિયુષ ગોયલે આ સિવાય સંબંધિત પક્ષોએ આગામી પાંચ દિવસોમાં ઇ-વાણિજ્ય નીતિ મામલે સૂચન આપવા માટે કહ્યું છે. તેમણે કહ્યું છે કે આ સૂચનો પર વિચાર કર્યા પછી નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. પિયુષ ગોયલે બિઝનેસમેનોને સલાહ આપી છે કે તેઓ પોતાનો બિઝનેસ વધારવા માટે સરકારની ઓનલાઇન માર્કેટ અને મુદ્રા યોજનાનો ઉપયોગ કરવાનો વિકલ્પ પસંદ કરે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...