અનિલ અંબાણીએ કર્યુ મોટું કામ, સાંભળીને થાબડશો પીઠ
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલે ગુરુવારે મોટો દાવો કર્યો છે
મુંબઈ : અનિલ અંબાણીના વડપણવાળી રિલાયન્સ કેપિટલે બુધવારે દાવો કર્યો છે કે હવે આવતા ત્રણથી ચાર ચાર મહિનામાં કુલ દેવામાંથી 50થી 60 ટકા દેવું ચુકતે કરી દેશે. કંપનીએ કહ્યું છે કે આ ચુકવણી રિલાયન્સ નિપ્પન લાઇફ એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સમાં હિસ્સો વેચીને કરવામાં આવશે. કંપની પૈસા ભેગા કરવા માટે સાઇડ બિઝનેસ તેમજ કેટલીક સંપત્તિ વેચી રહી છે.
આ કંપની પર 18 હજાર કરોડ રૂપિયા કરતા વધારે દેવું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે મુખ્ય બિઝનેસ સિવાય કેટલીક સંપત્તિ તેમજ રિલાયન્સ નિપ્પનનો 43 ટકા તેમજ રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સમાં 49 ટકા હિસ્સો વેચીને કુલ દેવામાંથી 50-60 ટકાનો ઘટાડો કરવામાં આવશે.
નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે રિલાયન્સ નિપ્પનનું મુલ્યાંકન પાંચ હજાર કરોડ રૂપિયાથી વધારે છે. રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સમાં રિલાયન્સ કેપિટલમાં 100 ટકા હિસ્સો છે. કંપનીએ ગયા મહિને જ એના આઇપીઓ માટે અરજી કરી છે.