નવી દિલ્હી : જો તમે ટ્રેનમાં પ્રવાસ કરવા માટે ટિકિટ બુક કરાવવા મેક માય ટ્રિપ, પેટીએમ અને ક્લિયર ટીપ જેવા પોર્ટલ પાસેથી ટિકિટ ખરીદતા હો તો તમારા માટે ખાસ સમાચાર છે. હવે આ વેબસાઇટથી ટિકિટ બુક કરાવવાનું પહેલા કરતા વધારે મોંઘું સાબિત થઈ શકે છે.  ઇ્ન્ડિયન રેલવે કેટરિંગ એ્ન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ હવે બીજા પોર્ટલના માધ્યમથી ટિકિટ બુક કરાવવા માટે એકસ્ટ્રા ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇઆરસીટીસી તરફથી કહેવામાં આ્વ્યું છે કે અન્ય સર્વિસ પ્રોવાઇડર તરફથી ટિકિટ બુક કરાવવા બદલ 12 રૂ. અને એના પર પણ ટેક્સ લાગશે. નોંધનીય છે કે IRCTC ઇન્ડિયન રેલવેની સહાયક કંપની છે અને કેટરિંગ, ટુરિઝમ તેમજ ઓનલાઇન ટિકિટ ઓપરેશન હેન્ડલ કરે છે. ટાઇ્મ્સ ઓફ ઇન્ડિયામાં પબ્લિશ થયેલા સમાચાર પ્રમાણે આઇઆરસીટીસીના આઇપીઓ પહેલાં આ પગલું રેવન્યુ જમા કરવા માટે લેવામાં આવ્યું છે. 


આઇઆરસીટીસીના આ પગલાથી સર્વિસ પ્રોવાઇડર નાખુશ છે. અત્યાર સુધી IRCTC તરફથી આ વેબસાઇટ્સ પાસેથી વાર્ષિક મેઇન્ટેનન્સ ચાર્જ લેવામાં આવે છે જેના કારણે ગ્રાહક પર વધારાનો બોજ નથી પડતો. જોકે હવે દરેક ટિકિટ પર અલગથી ચાર્જ લેવાના કારણે ટિકિટની કિંમત વધી શકે છે. આઇઆરસીટીસીના આ નિર્ણય પર સર્વિસ પ્રોવાઇડરનું કહેવું છે કે રેલવે ટિકિટ બુકિંગ રેવન્યુ નેગેટિવ છે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...