નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (Lok Sabha Election Results 2019)માં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની જીતના કારણે શેરમાર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ કેપ ગયા અઠવાડિયે કુલ મળીને 1.42 લાખ કરોડ રૂપિયા વધી. ગુરુવારે ચૂંટણીના પરિણામોની ઘોષણા દરમિયાન મુંબઈ શેરમાર્કેટનો સેન્સેક્સ બિઝનેસ દરમિયાન 40,124.96 પોઇન્ટના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી ગયો હતો. ભાજપને ચૂંટણીમાં 300થી વધારે સીટ મળતા માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે સપ્તાહાંતે સેન્સેક્સની ટોચની દસ કંપનીઓમાંથી સાતની માર્કેટ કેપ કુલ મળીને 1,42,468.1 કરોડ રૂપિયા વધી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની માર્કેટ કેપ સૌથી વધારે વધી છે. આ કંપનીની માર્કેટ કેપ 45,069.66 કરોડ રૂપિયા વધીને 8,47,385.77 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ટોચની દસ કંપનીઓના રેન્કિંગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પહેલા સ્થાને રહી હતી. આ પછી અનુક્રમે ટીસીએસ, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી, આઇટીસી, ભારતીય સ્ટેટ બેંક, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેંક અને આઇસીઆઇસીઆઇનું સ્થાન રહ્યું છે. 


આંકડાઓ પર નજર ફેરવીએ તો તાતા કન્સલ્ટન્સી સર્વિસનું માર્કેટ કેપ 17,523.6 કરોડ રૂપિયા પડીને 7,69,107.53 કરોડ રૂપિયા, આઇટીસીની માર્કેટ કેપ 13,791 કરોડ રૂપિયા ઘટીને 3,55,684.20 કરોડ રૂપિયા અને ઇન્ફોસિસની કેપ 6,269.42 કરોડ રૂપિયા ઘટીને 3,09,953.84 કરોડ રૂપિયા રહી ગઈ છે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...