નવી દિલ્હી : દેશમાં ફરીથી ભાજપની સરકાર બન્યા બાદ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાની સાથે જ અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો છે. ભારતને મળેલો જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (GSP)નો દરજ્જો રદ્દ કર્યો છે જે આગમી 5 જૂનથી લાગુ થઈ જશે. આ નિર્ણયની અસર ભારતમાંથી અમેરિકામાં કરવામાં આવતા વિદેશ વેપાર પડશે. GSP દરજ્જો સમાપ્ત કરવાના મામલે ટ્રમ્પ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સાથે કઈ રીતે કામ કરવાનું છે એ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GSP દરજ્જો એ દેશને મળે છે જે અમેરિકાને ટેક્સ ચુકવ્યા વગર હજારો સામાન નિકાસ કરે છે. આ કાર્યક્રમ 1 જાન્યુઆરી 1976માં અમેરિકાએ ટ્રેડ એક્ટ-1974 અંર્તગત શરૂ કર્યો હતો. તેનો ઉદ્દેશ દુનિયાના વિકાસશીલ દેશોના બજારને સહારો આપવાનો હતો. તેમાં સામેલ દેશોને અમેરિકાના બજારમાં વેચાણ કરવા માટે આયાત વેરો ભરવો પડતો નથી. આ કાર્યક્રમમાં ભારત સહિત 21 દેશો સામેલ છે. ભારત 2017માં GSP કાર્યક્રમનું મોટું લાભાર્થી હતું. 2017માં ભારતે આના અંતર્ગત 5.7 અબજ ડોલરની નિકાસ કરી હતી. 


અમેરિકાની દલીલ છે કે, ભારત તેમનો ઘણો સામાન અમેરિકામાં કોઈ પણ આયાત વેરા વગર વેચી શકે છે પરંતુ ભારતમાં સામાન વેચવા માટે અમેરિકાને આયાત વેરો ચૂકવવો પડે છે. અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે ભારત સરકાર સાથે આ મુદ્દે વાતચીત ચાલુ છે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...