નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલ જીએસટી અંતર્ગત નહીં આવે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજ્ય અને કેન્દ્ર સરકાર આ મામલે ગંભીર નથી અને બંને રેવન્યુમાં ઘટાડો નથી ઇચ્છતા. એક રાષ્ટ્ર અને એક ટેક્સની વ્યવસ્થા ગયા વર્ષે જુલાઈમાં લાગુ કરવામાં આવી હતી પણ એમાંથી પેટ્રોલ, ડીઝલ, ક્રુડ ઓઇલ, પ્રાકૃતિક ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ (એટીએફ)નો સમાવેશ કરવામાં નહોતો આવ્યો. જોકે, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર  પ્રધાન અને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી સહિત કેટલાક કેન્દ્રિય મંત્રીઓનું કહેવું છે કે ઇંધણને જીએસટીમાં શામેલ કરવા માટે વાતચીત ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રિય નાણાં મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે એવો કોઈ પ્રસ્તાવ આપવામાં નથી આવ્યો. હાલમાં એવા સમાચાર આવ્યા હતા કે આ મહિનાની શરૂઆતમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં આવો પ્રસ્તાવ આવ્યો હતો પણ આ બેઠકમાં દરેક રાજ્યએ આ વાતનો વિરોધ કર્યો હતો. જો પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવામાં આવે તો કેન્દ્ર સરકારને 20 હજાર કરોડ રૂ.ના ઇનપુટ ટેક્સ ક્રેડિટનું નુકસાન થશે. આ રીતે રાજ્યોની રેવન્યુમાં પણ ભારે ઘટાડો થઈ શકે છે. 


પહેલાં સમાચાર આવ્યા હતાકે મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલ પહેલાં નેચરલ ગેસને જીએસટી અંતર્ગત લાવવા માગે છે. આ માટેના પ્રયાસો પણ ઝડપી બનાવી દેવામાં આવી છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે અનેક રાજ્યોએ જીએસટી કાઉન્સિલને નેચરલ ગેસ સાથે જોડાયેલી રેવન્યુનો રિપોર્ટ આપી દીધો છે અને આગામી કેટલાક દિવસોમાં ગુજરાત અને રાજસ્થાન પણ પોતાનો રિપોર્ટ સોંપી દેશે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...