મુંબઈ : સાર્વજનિક ક્ષેત્રની એરલાઇન્સ એર ઇન્ડિયા(Air India)એ નિર્ણય લીધો છે કે ફ્લાઇટ ટેક ઓફ થવાના ત્રણ કલાક પહેલાં એની ટિકિટ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એર ઇન્ડિયાના આ પગલાથી પ્રવાસીઓને ભારે રાહત મળશે. આ ડિસ્કાઉન્ટ 11મેથી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટને મળી રહ્યું છે. એક ઇન્ડિયાએ કહ્યું છે કે સામાન્ય રીતે પ્રવાસીઓ કોઈ અર્જન્ટ પરિસ્થિતિમાં જ છેલ્લી ઘડીએ ટિકિટ બુક કરાવતા હોય છે અને એટલે તેમને આ ટિકિટો મોંઘી મળે એ યોગ્ય નથી. તેમને રાહત મળવી જોઈએ. એર ઇન્ડિયાની પ્રવાસીઓ તરફની લાગણી જાણીનો ચોક્કસ માન થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ ટિકિટો પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે એની જાહેરાત નથી કરી પણ મળતી માહિતી પ્રમાણે આ ડિસ્કાઉન્ટ 50 ટકા જેટલું હોઈ શકે છે. એરલાઇનના એક અધિકારીએ કહ્યું છે કે સામાન્ય રીતે કોઈને છેલ્લી ઘડીએ ટિકિટ ખરીદવા માટે 40 ટકા કરતા વધારે કિંમત ચુકવવી પડતી હોય છે પણ હવે ડિસ્કાઉન્ટ મળશે. 


હાલમાં યોજાયેલી એર ઇન્ડિયાની કોમર્શિયલ રિવ્યુ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટિકિટ એર ઇન્ડિયાના કાઉન્ટર, વેબસાઇટ અને એજન્ટ દ્વારા બુક કરવામાં આવી શકે છે. એર ઇન્ડિયાના આ નિર્ણયને મહત્વનો માનવામાં આવે છે કારણ કે એ અલગ ચીલો ચાતરે છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક....