નવી દિલ્હી : ભારતે હવે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી છે ત્યારે પાકિસ્તાને આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની જાહેરાત કરી છે. પુલવામા હુમલા પછી ભારત તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને આ સમયથી પાકિસ્તાન ભારે નુકસાનમાં છે. એમએફએનનો દરજ્જો હટી ગયા પછી પાકિસ્તાન તરફથી ભારતમાં જે નિકાસ થતી હતી એ ઓછી થઈ ગઈ છે. હવે પાકિસ્તાને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની સાથેસાથે જાહેરાત કરી છે કે હવે તેના રાજદૂત દિલ્હીમાં નહીં રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના ટોચના અખબાર ડોન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નેશનલ સિક્યુરીટ કમિટી (NSC)એ બુધવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય વેપારને રદ કરવાનો સંકલ્પ લેવાની સાથેસાથે બીજા અનેક મહત્વના નિર્ણય લીધા છે. જોકે જાણકારોનું કહેવું છે કે ભારત સાથે બિઝનેસ બંધ કરવાના નિર્ણયની વધારે ખરાબ અસર પાકિસ્તાનને જ થશે કારણ કે પાકિસ્તાન હકીકતમાં ભારત પાસેથી અનેક મહત્વની વસ્તુઓની આયાત કરે છે પણ ભારત પાડોશી દેશ પાકિસ્તાન પર ખાસ આધારિત નથી. આંકડા પ્રમાણએ બંને દેશો વચ્ચે 2017-18માં માત્ર 2.4 અબજ ડોલરનો બિઝનેસ થયો છે. આ પ્રમાણ ભારતના દુનિયા સાથેના કુલ વેપારના માત્ર 0.31 ટકા છે જ્યારે પાકિસ્તાનના દુનિયા સાથેના ગ્લોબલ ટ્રેડના 3.2 ટકા જેટલો છે. આમ, ભારત સાથેના સંબંધો તોડવાથી પાકિસ્તાનના અર્થતંત્ર પર બહુ ખરાબ અસર પડશે. 


પાકિસ્તાન તરફથી ભારતને તાજા ફળ, સિમેન્ટ, ખનિજ, ચામડું, ખાદ્ય પદાર્થ, રસાયણો, કાચું કપાસ, ઉન, રબરના ઉત્પાદ , આલ્કોહોલ પીણાં, ચિકિત્સા ઉપકરણ, પ્લાસ્ટિક, ડાઇ અને ખનિજની નિકાસ કરવામાં આવે છે. આ સાથે જ ભારત તરફથી પાકિસ્તાનને જૈવિક રસાયણ, કપાસ, પ્લાસ્ટિક ઉત્પાદન, અનાજ, ખાંડ, કોફી, લોખંડ અને સ્ટીલનો સામાન, દવા અને તાંબાની નિકાસ કરવામાં આવે છે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...