કેતન જોશી/અમદાવાદ : શું તમે માની શકો છો કે એક મહિનામાં જ એક ફેરફારને પગલે પેટ્રોલ અને ડીઝલની બચત તરીકે અમદાવાદીઓના કરોડો રૂ. બચી ગયા છે. હકીકતમાં અમદાવાદમાં રસ્તા પરથી અતિક્રમણ દૂર કરવા માટે મોટાપાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશના કારણે અમદાવાદીઓના કરોડો રૂ. બચી ગયા હોવાની માહિતી મળી છે. દેશની જાણીતી સેપ્ટ યુનિવર્સિટીએ કરેલા સર્વેમાં આ માહિતી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પુરજોશમાં અતિક્રમણ હટાવવાનું અભિયાન હાથ ધર્યુ છે.  છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં અતિક્રમણ હટાવવાના ગંભીર પ્રયાસ હાથ ધરવામાં નહોતા આવ્યા. ગુજરાત હાઇકોર્ટે જ્યારે અમદાવાદ નગર નિગમ અને પોલીસ કમિશનરની ટીકા કરી ત્યારે પ્રશાસને અતિક્રમણ હટાવવાની શરૂઆત કરી હતી. છેલ્લા એક મહિનામાં શહેરની અંદરથી ઘણું અતિક્રમણ હટાવી દેવામાં આવ્યું છે. 


આ અતિક્રમણ હટવાથી રસ્તાઓ પહોળા થઈ ગયા છે. લોકોને ટ્રાફિક ન નડવાથી પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે છે. આ સિવાય એક જગ્યાથી બીજી જગ્યાએ જવાના સમયમાં પણ 16 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આમ, સમય અને ઇંધણ બંનેનો બચાવ થયો છે. 


બિઝનેસના સમાચાર જાણવા કરો ક્લિક...