ટેક્સ વધારવાની વણમાગી સલાહ પર નાણા મંત્રાલય લાલઘુમ, લીધું મોટું પગલું
સરકારને સોંપવામાં આવેલા દસ્તાવેજમાં કોરોના સંકટના નિવારણ માટે જરૂરિયાતને પુરી કરવા માટે વસ્તુઓની ખરીદી માટે કેટલાક સુચનો આપવામાં આવ્યાં છે.
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશ પર ઉભા થયેલા મોટા આર્થિક સંકટનો સામનો કરવા માટે ટેક્સ વધારવાની સલાહ આપવાના IRS ઓફિસરો મુશ્કેલીમાં મુકાયા છે. નાણા મંત્રાલયે સીબીડીટી દ્વારા અપાયેલી આ વણમાગી સલાહ પર તપાસ શરૂ કરાવી છે કે કોણે આવી વણમાગી સલાહનો રિપોર્ટ બનાવીને મોકલ્યો છે.
ભારતીય મહેસૂલ સેવા (IRS) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ (CBDT) ના ચેરમેન પીસી મોદી દ્વારા સોંપવામાં આવેલ 'કોવિડ-19' મહામારીના નાણાકીય વિકલ્પ અને પ્રતિક્રિયા (ફોર્સ) કમિટિ હેઠળ તૈયાર કરવામાં આવેલ દસ્તાવેજમાં આ ટેક્સ વધારવાનું સુચન આપવામાં આવ્યું છે. આ સરક્યુલર પર 23 એપ્રિલની તારીખ હોવાનું જાણવા મળ્યું છે.
સરકારને સોંપવામાં આવેલા દસ્તાવેજમાં કોરોના સંકટના નિવારણ માટે જરૂરિયાતને પુરી કરવા માટે વસ્તુઓની ખરીદી માટે કેટલાક સુચનો આપવામાં આવ્યાં છે. જેમાં એક સુચન સુપર-રિચ ટેક્સનો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે એક કરોડ રૂપિયાથી વધારે ઇન્કમ (કમાનાર) વ્યક્તિઓ પર 30 ટકાથી વધારી 40 ટકા ટેક્સ લગાવવો જોઇએ. આ સિવાય 5 કરોડથી વધારે વાર્ષિક આવક ધરાવતા લોકો પર સંપત્તિ કર અથવા વેલ્થ ટેક્સ લગાવો જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube