માત્ર 3 કલાકમાં ICICI બેંકને મોટું નુકસાન, ડૂબી ગયા તમારા 5 હજાર કરોડ રૂ.
ICICI બેંક દ્વારા સોમવારે ટોપ મેનેજમેન્ટમાં મોટી ફેરબદલ કરવામાં આવી છે
નવી દિલ્હી : ચંદા કોચરના રાજીનામાના તેમજ સંદીપ બક્ષીની COO તરીકે નિયુક્તિના સમાચારે આઇસીઆઇસીઆઇ બેંકને હલાવી દીધી છે. રોકાણકારોએ બેંક પરથી ભરોસો ગુમાવ્યો છે. આ કારણે જ મંગળવારના બિઝનેસમાં ICICI બેંકનો શેર 2.5 ટકા જેટલો તુટી ગયો છે. હકીકતમાં બેંકના નિર્ણયને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. ICICI બેંકે સોમવારે COO તરીકે સંદીપ બક્ષીની નિયુક્તિ કરી છે અને આ સાથે જ ચંદા કોચર તપાસ પૂરી થાય ત્યાં સુધી રજા પર રહેશે. મંગળવારે આ નિર્ણયની અસર જોવા મળી અને માત્ર ત્રણ કલાકની અંદર 5 હજાર કરોડ રૂ. સ્વાહા થઈ ગયા છે.
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાનું નક્કી, કોઈપણ પક્ષ ગઠબંધન માટે નથી તૈયાર!
ICICI બેંકના શેરમાં મંગળવારે ઘટાડો થયો છે. બીએસઇ પર ICICI બેંકનો શેર 2.5 ટકા સુધી તુટી ગયો. શેરની કિંમતમાં થયેલા ધોવાણને કારણે બેંકના રોકાણકારોને 5 હજાર કરોડ રૂ. કરતા વધારે નુકસાન થઈ ગયું છે. એક દિવસ પહેલાંની માર્કેટ કેપ 1,90,697.51 કરોડ રૂ. હતી અને શેર તુટ્યા પછી 5144.42 કરોડ રૂ. ઘટીને 1,85,553.09 કરોડ રૂ. થઈ ગઈ. આમ, એક દિવસમાં બેંકના રોકાણકારોને 5144.42 કરોડ રૂ.નું નુકસાન થયું છે.
વીડિયોકોન લોન વિવાદમાં આરોપોનો સામનો કરી રહેલ ચંદા કોચરને ICICI બેંકના પુર્ણકાલિન નિર્દેશક અને ચીફ ઓપરેટિંગ ઓફીસર (COO)ના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમનાં સ્થાને સંદીપ બક્ષીની નિયુક્તિ કરવામાં આવી છે. બેંકની તરફથી અપાયેલા નિવેદન અંગે કહેવામાં આવ્યું કે, તપાસ પુરી થાય ત્યાં સુધી ચંદા કોચરને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદા કોચર પર વીડિયોકોન ગ્રુપને અપાયેલ લોનનાં મુદ્દે આરોપ છે. તેમનાં પર આરોપ છેકે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપવા દરમિયાન ગોટાળાઓ કરવામાં આવ્યા અને અયોગ્ય રીતે તેને કેટલાક લાભ આપવામાં આવ્યા. તેમાં ચંદા કોચરના પતિ દીપક કોચરનું નામ પણ સામે આવ્યું.