નવી દિલ્હી : હવાઈ પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર છે. હવે ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરાવશો તો કેન્સલેશન ચાર્જ નહીં ચુકવવો પડે. જોકે એ માટે ફ્લાઇટના સમયના 96 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવવી પડશે. એવિએશન મંત્રાલયે દુનિયાની સૌથી મોટી ડિજિટલ એક્સિપિરિયન્સ યોજના ડિજીયાત્રા શરૂ કરી છે. આ યોજના અંતર્ગત સરકારે ટિકિટ કેન્સલેશન ચાર્જ રદ કરવાનું એલાન કર્યું છે. ડિજિયાત્રાનો હેતુ પ્રવાસીઓને નેકસ્ટ જનરેશન અનુભવ આપવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જયંત સિંહાએ જણાવ્યું છે કે ડિજિયાત્રાને કારણે પ્રવાસીઓને એરપોર્ટ પર નવો અનુભવ મળશે અને કેન્સલેશન ચાર્જ મામલે તમામ એરલાઇ્ન્સ સાથે ચર્ચા કરી લેવામાં આવી છે તેમજ બધી એરલાઇન્સ આ મામલે સહમત છે. ખાસ વાત એ છે કે આ યોજના માટે પ્રવાસીઓએ આ્રધાર આપવું અનિવાર્ય નથી. પ્રવાસીઓની એરપોર્ટમાં એન્ટ્રી માટે વૈકલ્પિક ચેનલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


મોટી રાહત : કાલથી સસ્તું થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, સરકાર કરી શકે છે જાહેરાત


હવાઇ પ્રવાસ કરનારા લોકો માટે એક બીજા સારા સમાચાર છે.  ડિજિયાત્રા યોજના અંતર્ગત ટિકિટની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે. એવિએશન મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે ડિજિયાત્રા પ્રોજેક્ટ હેઠળ ટિકિટની કિંમત ઘટાડવામાં આવશે. ડિજિયાત્રા અંતર્ગત એરલાઇન્સના પાસ લગેજ તેમજ બોર્ડિંગ ફી ઓછી કરવામાં આવશે જેના કારણે ટિકિટની કિંમત ઘટાડી શકાશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય બહુ જલ્દી એર સેવા એપ બીજીવાર શરૂ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે અને આ પ્લેટફોર્મ પર પ્રવાસીઓને તમામ જાણકારી મળી જશે. 


હવાઇ યાત્રા દરમિયાન પ્રવાસી મોબાઇલ ફોનનો પણ ઉપયોગ કરી શકશે. આ સિવાય ઉડાન વખતે કોલ કે ડેટાનો પણ ઉપયોગ કરી શકાશે. દુરસંચાર આયોગે હાલમાં જ પ્રવાસ દરમિયાન મોબાઇલ સેવા કનેક્ટિવિટીને સશર્ત મંજૂરી આપી દીધી છે. હાલમાં આ સુવિધા માટે ગાઇડલાઇન બનાવવાનું કામ ચાલી રહ્યું છે.