નવી દિલ્હી : ઇન્ટરગ્લોબ એવિએશનની ખાનગી એરલાઇન ઇન્ડિગોએ મેગા ઓફર શરૂ કરી છે. પોતાની 12મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહેલી ઇન્ડિગોએ ચાર દિવસ માટે સેલની જાહેરાત કરી છે. આ સેલ અંતર્ગત 1212 રૂ.માં ટિકિટ બુક કરાવી શકાશે. ઇન્ડિગોનું આ સેલ મંગળવારથી શરૂ થઈ રહ્યું છે. આ મેગા ઓફરમાં કંપનીએ પોતાની એરલાઇનની 12 લાખ સીટ સસ્તી કરી છે. ઇન્ડિગોની મેગા ઓફર પર 25 જુલાઈ, 2018થી 30 માર્ચ, 2019 સુધી ટિકિટ બુક કરાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડિગોએ 57 શહેરોમાં ઓપરેશન અંતર્ગત 12 લાખ સીટ પર 25 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. 10 જુલાઈથી 13 જુલાઈ સુધી ચાલનારી મેગા ઓફરમાં ઇન્ડિગોની સીટનો ચાર્જ 1212 રૂ.થી શરૂ થઈ રહ્યો છે. આસિવાયની તમામ ટિકિટો પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આસિવાય સ્ટેટ બેંક ઓફ ઇ્ન્ડિયાના ક્રેડિટ કાર્ડથી ઓછામાં ઓછી 3000 રૂ.ની ટિકિટ બુક કરાવવા બદલ વધારાનો 5 ટકા કેશબેક (મહત્તમ 500 રૂપિયા)નો પણ ફાયદો મળશે. 


સસ્તા ભાડા માટે લોકપ્રિય ઇન્ડિગો એરલાઇનના આ સેલમાં કંપનીએ 6E નેટવર્ક પર ઓફર આપી છે. આ નેટવર્કમાં ઇન્ડિગોની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે. જોકે થોડાક સમય પહેલાં ઇન્ડિગોએ પોતાની ટિકિટની કિંમત વધારી હતી. ઘરેલુ માર્કેટમાં દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિ્ગદો હાલમાં 1086 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. આમાં 42 ઘરેલુ તેમજ 8 આંતરરાષ્ટ્રીય રૂટ પણ શામેલ છે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...