નવી દિલ્હી : કોલ્ડ ડ્રિન્ક તેમજ પાણીની ખાલી બોટલ ફેંકવાથી તમને નુકસાન થઈ શકે છે. જોકે તમે આ બોટલ સંભાળીને રાખો અને કંપનીને પરત કરો તો સારા એવા પૈસા કમાઈ શકો છો. હકીકતમાં કોલ્ડ ડ્રિન્ક તેમજ મિનરલ વોટર બનાવતી કંપની પોતાની પ્લાસ્ટિક બોટલ પરત લેવા માટે બાયબેક પ્લાન લઈને આવી છે. આ પ્લાન અંતર્ગત કંપની ગ્રાહકો પાસેથી પ્લાસ્ટિક બોટલ સીધી ખરીદશે. પેપ્સીકો, કોકા કોલા તેમજ બિસલેરી જેવી ટોચની કોલ્ડ્રિંક કંપની હવે ગ્રાહકો પાસેથી પ્લાસ્ટિકની બોટલ્સ ખરીદશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ પ્રમાણે કંપનીઓએ પોતાના બાયબેક પ્લાનના હિસાબે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે નવા મેન્યુફેક્ચરિંગ દરમિયાન પ્લાસ્ટિક બોટલ્સ પર બાયબેક વેલ્યૂ પણ લખવાનું શરૂ કરી દીધું છે. આ કારણે હવે માર્કેટમાં એવી બોટલ્સ તમને મળશે જેના પર બાયબેક કિંમત લખેલી હશે. જોકે કંપનીએ એ વાત હજી સ્પષ્ટ નથી કરી કે કેટલા લીટરની બોટલ પર કેટલું બાયબેક મળશે. 


પેપ્સીકો, કોકા કોલા અને બિસલેરી જેવી કંપનીઓના આ નિર્ણય પાછળ મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય જવાબદાર છે. હકીકતમાં મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આવામાં કંપનીઓએ પોતાની માર્કેટ બચાવવા માટે નવો પ્લાન રાજ્ય સરકારને સોંપી દીધો છે. 


ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે સરકારે કંપનીઓની બોટલ્સની બાયબેક વેલ્યૂ નક્કી કરવા માટે પોતાના તરફથી છૂટ આપી છે પણ મોટાભાગની કંપનીઓએ એક બોટલની કિંમત 15 રૂ. સુધી નક્કી કરી છે. જોકે ઇન્ડસ્ટ્રીના કેટલાક અધિકારીઓનું કહેવું છે કે આ બાયબેક સિસ્ટમ ફુલપ્રુફ નથી અને એના કારણે જટિલતા ઉભી થઈ શકે છે. પેપ્સીના પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે કંપની જેમ એ્ન્વાયરો સાથે મળીને કામ કરી રહી છે. આ કંપની રિવર્સ વેન્ડિંગ મશીન સેટ કરશે અને કલેક્શન પોઇ્ન્ટ બનાવશે. રાજ્યમાં બાયબેક પ્રોગ્રામને આગળ વધારવા માટે અનેક જગ્યાએ કલેક્શન સેન્ટર બનાવવામાં આવશે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...