નવી દિલ્હી: 2019ના બજેટમાં સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ માટે ન્યૂ પેંશન સ્કીમ લાગૂ કરવામાં આવી છે. નવી પેંશન સ્કીમમાં સરકારના યોગદાનને 4 ટકાથી વધારીને 14 ટકા કરી દેવામાં આવ્યું છે. જે લોકો 21 હજાર રૂપિયા દરમહિને કમાઇ છે તેમને બોનસ મળશે. આ બોનસ 7 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. સાતમા પગર પંચના રિપોર્ટ બાદ તેની ભલામણોને જલદી લાગૂ કરી દેવામાં આવી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટમાં મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક - ખેડૂતો માટે મોટી યોજનાની જાહેરાત, ખાતામાં સીધા મળશે 6000 રૂપિયા


ગ્રેજ્યુટીમાં મોટો ફાયદો
ગ્રેજ્યુટીની સીમા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. દરેક શ્રમિક માટે ન્યૂનતમ પેંશન હવે એક હજાર રૂપિયા થઇ ગયું છે. 

બજેટ 2019: બજેટ રજૂ કરતાં પીયૂષ ગોયલે કહ્યું- અમે મોંઘવારીની જ કમર તોડી


નવી પેંશન યોજના શરૂ
યોજનામાં દર મહિને 55 રૂપિયા આપવા પડશે. રિક્શા અને કચરો વિણનારાઓને પણ આ સ્કીમનો ફાયદો મળશે. 60 વર્ષ પુરા થયા બાદ દર મહિને 3000 રૂપિયા મળશે. આ પેંશન યોજના આ નાણાકીય વર્ષથી શરૂ થશે.