New Pension Rule: મોદી સરકારની મહિલા કર્મચારીઓને મોટી રાહત, પેન્શન સાથે જોડાયેલા નિયમમાં થયો ફેરફાર
New Pension Rule: કેન્દ્રની મોદી સરકારે મહિલા સરકારી કર્મચારીઓના પક્ષમાં એક મોટો નિર્ણય લીધો છે. નવા નિયમ પ્રમાણે હવે મહિલા કર્મચારીઓ પોતાના બાળકોને પેન્શન માટે નોમિની બનાવી શકશે.
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર તરફથી સરકારી મહિલા કર્મચારીઓની પેન્શનને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ મહિલા સરકારી કર્મચારી પોતાના બાળકોને પારિવારિક પેન્શન માટે નોમિની બનાવી શકશે. તેને મહિલા કર્મચારીઓ માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. તેનાથી હવે પેન્શન માટે બાળકોને નોમિની બનાવવા સરળ થઈ જશે.
પહેલા શું હતો નિયમ?
આ પહેલા કોઈ વર્તમાન સરકારી કર્મચારી કે પેન્શનર્સે સરકારી કર્મચારીના મૃત્યુ થવા પર પેન્શન તેના પતિ કે પત્નીને આપવામાં આવતું હતું. પરિવારના કોઈ અન્ય સભ્ય (બાળકો સહિત) પેન્શન માટે ત્યારે પાત્ર બની શકતો હતો, જ્યારે સરકારી કર્મચારીના જીવનસાથીનું મૃત્યુ થઈ જતું કે કોઈ કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવતો. નોંધનીય છે કે કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 2021 હેઠળ સરકારી કર્મચારી કે પેન્શનર્સ કર્મચારીના મૃત્યુ બાદ આશ્રિતોને પેન્શન આપવાની જોગવાઈ છે.
આ પણ વાંચોઃ IPO હોય તો આવો! 4500% ટકાનું દમદાર રિટર્ન, 41 રૂપિયાનો શેર પહોંચ્યો 1800ને પાર
DOPPW એ આપી જાણકારી
DOPPW એટલે કે પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે નવો નિયમ મહિલા કર્મચારીઓના પેન્શન માટે પતિની અપેક્ષાએ બાળકોને નોમિની બનાવવાની મંજૂરી આપે છે. DOPPWના સેક્રેટરી શ્રીનિવાસ તરફથી કહેવામાં આવ્યું કે મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયની સલાહ બાદ મહિલા કર્મચારીઓને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંશોધન મહિલા કર્મચારીઓને સશક્ત બનાવશે.
DOPPW એ પોતાના આદેશમાં કહ્યું કે તે સરકારી મહિલા કર્મચારી જેના છુટાછેડાની અરજી પેન્ડિંગ છે કે પતિ વિરુદ્ધ ઘરેલૂ હિંસા કે દહેજનો કેસ દાખલ કરાવ્યો છે તેવી મહિલા સરકારી કર્મચારી પોતાના પેન્શનમાં બાળકોને નોમિની બનાવી શકે છે. નોંધનીય છે કે આ નિયમ હેઠળ મહિલા કર્મચારી પોતાના એકથી વધુ બાળકોને પેન્શનમાં નોમિની બાવી શકે છે. તેનાથી પારિવારિક વિવાદમાં ફસાયેલી મહિલાઓને ખુબ ફાયદો મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube