ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર જનતાને આભે આંબતી મોંઘવારીમાંથી છૂટકારો આપવાના પ્રયાસમાં લાગી ગઈ છે. આ પ્રયાસના ભાગરૂપે પેટ્રોલિયમ મંત્રી ગુલામ સરવરે સંકેત આપ્યો છે કે સરકાર ડીઝલની કિંમત લગભગ 17 રૂ પ્રતિ લિટર ઓછા કરશે. આના કારણે અનેક જરૂરી વસ્તુઓની કિંમત ઘટશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન ઇમરાન ખાનની સરકારની યોજના ડીઝલની કિંમત ઘટાડીને એને કિંમત પેટ્રોલની કિંમત જેટલી કરી નાખવાની છે. સરવરે જણાવ્યું છે કે સંઘારમાં કાચા તેલ અને પ્રાકૃતિક ગેસનો ભંડાર મળ્યો છે. પાકિસ્તાનનું નવું નેતૃત્વ તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇન્ડિયા (તાપી) પાઇપલાઇનના કામમાં ઝડપ લાવવાનું કામ કરશે. ઓગસ્ટમાં પાકિસ્તાનમાં ડીઝલની કિંમત 112.94 રૂ. પ્રતિ લીટર હતી જ્યારે પેટ્રોલની કિંમત 95.24 રૂ. પ્રતિ લીટર, કેરોસીનનું કિંમત 83.96 રૂ. અને લાઇટ ડીઝલની કિંમત 75.7 રૂ. પ્રતિ લીટર છે. 


આ સિવાય સરકારે નકામો ખર્ચ રોકવા માટે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત અધિકારીઓ તેમજ નેતાઓના સરકારી નિધિમાંથી પોતાના મનથી ખર્ચ કરવા માટે અને પ્રથમ શ્રેણીમાં હવાઇ પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પોતાના ખર્ચ પર લગામ લગાવવાના અભિયાનનો હિસ્સો છે. સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ આપેલી માહિતી પ્રમાણે વડાપ્રધાન ઇમરાન ખાનના વડપણમાં થયેલી મંત્રિમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...