મુંબઈ : મુંબઈને 24 કલાક ધમધમતું શહેર કહેવામાં છે. હાલમાં સમગ્ર વિશ્વમાં 77 મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં એવું જણાયું છે કે મુંબઈના લોકો વિશ્વમાં સૌથી વધુ કામ કરે છે, આટલું જ નહીં તેઓ સૌથી વધુ કલાકો માટે કામ કરે છે. સ્વિસ બેન્ક યુબીએસ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાવાયું છે કે મુંબઈના લોકો દર વર્ષે 3,314.7 કલાક કામ કરે છે. મુંબઈના લોકો રોમ અને પેરિસ જેવા યુરોપીયન શહેરોના કાર્ય કરતાં બમણુ કામ કરે છે. રોમમાં લોકો 1,581 અને પેરિસમાં લોકો 1,662 કલાક કામ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભે આજે શેયર કરી આ તસવીર, કારણ છે સૌથી ખાસ


જોકે લાંબા સમય કામ કરવા છતાં મુંબઈકરને ઓછી આવકને કારણે ખાસ ફાયદો થતો નથી. જિનિવા, જ્યુરીચ અને લક્ઝમબર્ગમાં દર કલાકની કમાણીના સંદર્ભમાં ટોચ પર છે, જ્યારે મુંબઇ યાદીમાં તળિયેથી બીજા અને કુલ 76 ક્રમાંકે છે. આ અભ્યાસ માટે, યુબીએસ 15 વ્યવસાયો જોયા હતા. 


સર્વે પ્રમાણે આટલા કલાકો કામ કરવા છતાંયે કમાણી દ્રષ્ટિએ મુંબઈના લોકો પાછળ છે. ઉદાહરણ તરીકે ન્યૂયોર્કમાં કામ કરનાર યુવા કામગાર 54 કલાક કામ કરીને આઈફોન ખરીદી શકે છે  જ્યારે મુંબઈકરે આઈફોન ખરીદવા માટે 917 કલાક કામ કરવું પડે છે. ન્યૂયોર્કની સરખામણીમાં મુંબઈનું ભાડું જોકે સસ્તું છે. મુંબઈમાં સલૂનમાં વાળ કપાવવા પણ ન્યૂયોર્કની સરખામણીએ સસ્તા છે.