નવી દિલ્હી : બેંકના એટીએમ વિશે એક મોટા સમાચાર આવ્યા છે. જો થોડી સાવચેતી નહીં રાખો તો તમારું ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંધ થઈ શકે છે. હકીકતમાં મેગ્નેટિક સ્ટ્રાઇપવાળા કાર્ડ બંધ કરવાનું બેંકોનું પ્લાનિંગ છે. હાલમાં દેશમાં બે પ્રકારના ડેબિટ-ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ છે. મેગ્નેટિક સ્ટ્રાઇપવાળું અને બીજું ચીપ કાર્ડવાળું. હવે બેંક મેગ્નિટેક સ્ટ્રાઇપવાળા કાર્ડ બંધ કરી રહી છે અને રિપ્લેસ માટેની ડેડલાઇન 2018ના ડિસેમ્બરની છે. RBIના આદેશ પ્રમાણે આ પગલું લેવામાં આવ્યું છે. ગ્રાહકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ સિક્યોર કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેગ્નેટિક સ્ટ્રિપને સ્વાઇપ કાર્ડ પણ કહેવામાં આવે છે. એને મેગ્નેટિક રીડિંગ હેડ સામે રાખીને સ્વાઇપ કરી શકાય છે. આની ઓળખ કાર્ડ પાછળ રાખેલી મેગ્નેટિક સ્ટ્રિપથી કરી શકાય છે. EMV કાર્ડને ચિપ કાર્ડ અથવા તો આઇસી કાર્ડ પણ કહેવામાં આવે છે. આ મેગ્નેટિક સ્ટ્રિપની જગ્યાએ ઇન્ટિગ્રેડેટ સર્કિટમાં ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે. આની ઓળખ કાર્ડના ફ્રન્ટ પર લાગેલ ચિપ પરથી કરી શકાય છે. 


એસબીઆઇએ પોતાની ટ્વીટમાં માહિતી આપી છે કે આ કાર્ડ રિપ્લેસમેન્ટ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં દેવો પડે. તમે મેગસ્ટ્રિપ ડેબિટ કાર્ડને સરળતાથી ઇવીએમ ચિપ ડેબિટ કાર્ડ સાથે બદલી શકો છો. એસબીઆઇએ આપેલી માહિતી પ્રમાણે જો તમારે મેગસ્ટ્રિપ ડેબિટ કાર્ડ બ્લોક થઈ ગયું હોય તો તમે એને અનબ્લોક નહીં કરી શકો અને એના બદલે નવું અપગ્રેડેડ ચિપવાળું ડેબિટ કાર્ડ લેવું પડશે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...