બ્રજેશ કુમાર, નવી દિલ્હી : ઇ-વોલેટનો વપરાશ કરતા ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. હવે રિઝર્વ બેંકે નક્કી કર્યું છે કે ઇ-વોલેટથી અનધિકૃત લેવડદેવડ થાય તો એમાં ગ્રાહકની કેટલી જવાબદારી હશે. રિઝર્વ બેંક તરફથી જાહેર કરાયેલા નિયમો પ્રમાણે જો ઇ-વોલેટ કે પ્રી પેઇડ ઇન્સ્ટૂમેન્ટ આપતી કંપનીની બેદરકારીના કારણે કોઈ છેતરપિંડી થશે તો એ માટે ગ્રાહક જવાબદાર નહીં હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે જો કોઈ થર્ડ પાર્ટી એજન્સીની ભુલથી ગ્રાહકના વોલેટથી ફ્રોડ થાય છે તો એ સ્થિતિમાં ગ્રાહકને ભરપાઈ કરી દેવામાં આવશે. જોકે આના માટે ગ્રાહકે માહિતી મળે એના ત્રણ વર્કિગદિવસની અંદર ઇ-વોલેટ કંપનીમાં ફરિયાદ નોંધાવવી પડશે. જો ગ્રાહક 4-7 દિવસની અંદર ફરિયાદ કરે તો નુકસાનની અસલી રકમ અથવા મહત્તમ 10,000 રૂપિયામાંથી જે રકમ ઓછી હશે એ જ મળશે. જો ગ્રાહક 7 દિવસ પછી ફરિયાદ કરે તો આવા મામલે ઇ-વોલેટ કંપનીની જે પોલીસી હશે એ પ્રમાણે હિસાબ ભરપાઈ કરવામાં આવશે. 


નવા વર્ષમાં પાંચમી વાર ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ અને હજી ઘટશે! જાણીનો લો આજનો ભાવ


આ સાથે રિઝર્વ બેંકના નિર્દેશ પ્રમાણે ઇ-વોલેટ કંપનીઓ પોતાની ફરિયાદ રજિસ્ટર કરાવવા માટે 24X7 હેલ્પલાઇન બનાવવી પડશે. ઇ-વોલેટ કંપનીઓ માટે પણ ફરિયાદ મળતા જ પુષ્ટિ કરવાનું અનિવાર્ય હશે. આ માટે ઓટોમેટિક રિપ્લાય જેવી સિસ્ટમ બનાવવી પડશે. 


ઇ-વોલેટ મારફતે થનારી તમામ લેવડદેવડ માટે SMS અને ઇ-મેઇલ એલર્ટ જરૂરી બનશે. રિઝર્વ બેંકે આ માટે SMS  અને ઇ-મેઇલ રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે. દેશમાં ઇ-વોલેટના વધી રહેલા ચલણને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે નવા નિયમ બનાવ્યા છે. અત્યાર સુધીના નિયમ માત્ર ડેબિટ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિગ મારફતે થનારી લેવડદેવડમાં નોંધાતી છેતરપિંડી માટે હતા. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...