Share Market: છેલ્લા કેટલાક સમયથી ભારતીય શેર બજારમાંથી વિદેશી રોકાણકાર ચીનના શેર બજાર તરફ વળ્યા છે. જેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. આ સમયગાળા દરમિયાન FIIએ બજારમાંથી રૂ. 1 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે. 27 સપ્ટેમ્બરે જ્યારે બજારે નવી ઊંચી સપાટી બનાવી હતી. ત્યારથી તેમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે, જેમાં રોકાણકારોને રૂ. 48 લાખ કરોડનું નુકસાન થયું છે. હવે વૈશ્વિક બ્રોકરેજ કંપની CLSAએ એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, હવે ટ્રમ્પના નવા કાર્યકાળમાં અમે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર જોઈ શકીએ છીએ. પેઢીના આ અહેવાલે રોકાણકારોમાં નવી આશા જગાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોકાણકારો લઈ શકે છે આ પગલાં 
વર્તમાન ઘટાડાને ધ્યાનમાં રાખીને તમે અમુક ચોક્કસ ક્ષેત્રોમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી શકો છો. જેમાં ફાર્મા, એફએમસીજી અને ડિફેન્સિવ જેવા સેક્ટરનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રો અહીંથી સ્થિર વળતર આપે તેવી શક્યતા છે. ફાર્મા ક્ષેત્રને આરોગ્ય જાગૃતિ અને સરકારી પ્રોત્સાહનોથી ફાયદો થાય છે જે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. તેમ નિષ્ણાતો માને છે.


TMKOCના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી, દિલીપ જોષીએ કોલર પકડીને આપી ધમકી


શેર બજારના એક્સપર્ટે જણાવ્યું કે, આ દરમિયાન FMCG કંપનીઓની માંગ સ્થિર રહે છે, કારણ કે તેઓ આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડે છે, જેની માંગ આર્થિક ચક્ર હોવા છતાં યથાવત છે. રોકડ પ્રવાહમાં આ સ્થિરતા અને બજારની અસ્થિરતાથી સંબંધિત અલગતા FMCGને આકર્ષક ક્ષેત્ર બનાવે છે. સેમ આવું જ ડિફેન્સ સેક્ટરની હાલત છે.


Jioએ લોન્ચ કર્યુ સ્પેશિયલ વાઉચર; આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને કરી શકશો ટ્રાન્સફર


આ છે ટોપ સીક્રેટ
આ સમયે રોકાણકારોએ આક્રમક રિટર્નથી દૂર રહીને મૂડીને સુરક્ષિત રીતે બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સમયે દરેક રોકાણકાર માટે તમારા ભંડોળનું ડાયનર્સિફાઈ કરવા આ સમયે સૌથી મહત્વપૂર્ણ વિષય એક રોકાણકાર માટે હોવો જોઈએ. ત્યારબાદ જ્યારે રોકાણ કરવાનો સમય આવે છે, ત્યારે તેઓ મ્યુચ્યુઅલ ફંડ અને સોના પર વિચાર કરી શકે છે. જો કે, ETના અહેવાલને માનીએ તો બજાર વધુ ઘટી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ થોડા સમયના અંતરે તેના ભંડોળનું રોકાણ કરે છે, તો તે લાંબા ગાળે સારા રિટર્નનો વિકલ્પ બની શકે છે.