નવી દિલ્હીઃ મેનફોર્સ કોન્ડોમ (Manforce) બનાવનારી કંપની મેનકાઇન્ડ ફાર્મા (Manking Pharma) જલદી પોતાનો આઈપીઓ લાવવાની છે. શુક્રવારે કંપનીએ જણાવ્યું કે તેણે પોતાનો ડ્રાફ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ બજાર નિયામક સેબીની પાસે આઈપીઓ માટે દાખલ કર્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આઈપીઓનો આકાર લગભગ 5500 કરોડ રૂપિયા હોઈ શકે છે. જો કંપની આટલી મોટી રકમ માટે આઈપીઓ લઈને આવે છે તો તે કોઈપણ ઘરેલૂ દવા કંપનીનો સૌથી મોટો આઈપીઓ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે કંપનીના પ્રમોટર્સ
મેનકાઇન્ડ ફાર્મા પોતાની લોકપ્રિય હોમ પ્રેગનેન્સી કિટ પ્રેગા ન્યૂઝ માટે પણ જાણીતી છે. આઈપીઓમાં કંપનીના પ્રમોટરો અને વર્તમાન શેરધારકોના ચાર કરોડ (40058844) ઇક્વિટી શેરોને ઓફર ફોર સેલ કરવામાં આવશે. મેનકાઇન્ડ ફાર્માના પ્રમોટર રમેશ જુનેજા, રાજીવ જુનેજા, શીતલ અરોડા, રમેશ જુનેજા ફેમેલી ટ્રસ્ટ, રાજીવ જુનેજા ફેમેલી ટ્રસ્ટ અને પ્રેમ શીતલ ફેમેલી ટ્રસ્ટ છે. 


ઘરેલૂ બજાર પર ફોકસ
વર્ષ 1991માં સ્થાપિત થયેલી મેનકાઇન્ડ ફાર્મા ભારતની એક મુખ્ય દવા કંપની છે. કંપની જડપથી હેલ્થ પ્રોજક્ટ્સમાં ફાર્માસ્યુટિકલ ફોર્મૂલેશનની ઘણી કેટેગરીને ડેવલપ કરવા અને તેના માર્કેટિંગમાં લાગેલી છે. મેનકાઇન્ડ ઘરેલૂ બજાર પર પણ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. કંપનીની પ્રોડક્ટ્સમાં જેનેરિક દવાઓ સિવાય પ્રેગા-ન્યૂઝ પ્રેગનેન્સી ટેસ્ટિંગ કિટ, મેનફોર્સ કોન્ડોમ અને ગેસ-ઓ-ફાસ્ટ આયુર્વેદિક એન્ટાસિડ જેવી દવાઓ સામેલ છે. 


આ પણ વાંચોઃ જાણો એવા બિઝનેસ આઈડિયા વિશે જેનાથી સાવ ઓછા રોકાણમાં થશે તગડો નફો


કંપનીનો નફો
મેનકાઇન્ડ ફાર્માએ 21 માર્ચ 2021ના સમાપ્ત નાણાકીય વર્ષમાં વાર્ષિક આધાર પર 1084.37 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ હાસિલ કર્યો હતો. એક વર્ષ પહેલા આ આંકડો 958.23 કરોડ રૂપિયા રહ્યો હતો. બીજીતરફ નાણાકીય વર્ષ 2021માં શુદ્ધ વેચાણ 13.16 ટકા વધીને 5529.60 કરોડ રૂપિયા થઈ ગયું હતું. કંપનીએ મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટે, એક્સિસ કેપિટલ લિમિટે, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, જેફરીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટે અને જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને બુક રનિંગ લીડ મેનેજર્સના રૂપમાં સામેલ કર્યાં છે. 


ક્રિટિકલ કેયરમાં કંપનીની એન્ટ્રી
આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીએ ક્રિટિકલ કેયરમાં એન્ટ્રી કરી અને સેવિયર મેનકાઇન્ડ લોન્ચ કર્યું, જે જીવન રક્ષક ઇન્જેક્શન માટે એક સમર્પિત ડિવિઝન છે. ડિવિઝનમાં એન્ટી-ઇન્ફેક્ટિવથી લઈને સ્ટ્રોક અને ટ્રોમા મેનેજમેન્ટ સુધીની પ્રોડક્ટ છે. ફેબ્રુઆરીમાં મેનકાઇન્ડ ફાર્માએ ડો. રેડ્ડીઝ લેબોરેટરી લિમિટેડની સાથે ડપોતાની બે બ્રાન્ડ કોમ્બીહેલ અને ડૈફીનું અધિગ્રહણ કરવા માટે એક સમજુતી કરી હતી. Combihale નો ઉપયો અસ્થમા અને ક્રોનિક ઓબ્સટ્રેક્ટિવ પલ્મોનરી ડિસિઝ માટે કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube