નવી દિલ્હીઃ ટીટી રિયલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયાની ત્રીજી સીઝન (Shark Tank India Season 3) માં પોતાના કારોબાર માટે ફંડ મેળવવા પહોંચેલા ગુજરાતના મનીષ અશોકભાઈ ચૌહાણે (Manish Ashokbhai Chauhan)ખાલી હાથે પરત ફરવું પડ્યું. ભલે તેના બિઝનેસમાં કોઈ શાર્ક ટેન્ક જજે પૈસા ન લગાવ્યા હોય, પરંતુ શોએ મનીષની કારોબારી સફરને સામે લાવી દીધી છે. આજથી થોડા વર્ષો પહેલા સુધી માત્ર 1200 રૂપિયા મહિને પગારમાં ચશ્માની એક દુકાન પર કામ કરનાર મનીષની કંપની ઈન્ટેન્સ ફોકસ વિઝન (Intense Focus Vision) વાર્ષિક 100 કરોડ રૂપિયાનો કારોબાર કરે છે. ભાડાની દુકાનથી કામ શરૂ કરનાર મનીષે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે દુકાન માલિક પાસે પૈસા ઉધાર લેવા પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના એક નાના ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલો મનીષ બાળપણથી સમજી ગયો હતો કે પરિવારની જરૂરીયાત પૂરી કરવા માટે તેણે કામ કરવું પડશે. તેથી અભ્યાસની સાથે મનીષે ચશ્માની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. આ નોકરીને કારણે તેને પોતાનું કામ શરૂ કરવાની પ્રેરણા મળી. દુકાનમાં કામ કરવા દરમિયાન તેણે ચશ્મા બનાવવા અને તેની ડિઝાઇન કરવાનું પણ શીખી લીધું. 


દિવસે નોકરી, રાત્રે પોતાનું કામ
ચશ્માની દુકાન પર નોકરી કરતા તેને મહિને માત્ર 1200 રૂપિયા મળતા હતા. તે મહેનત અને લગનથી કામ કરતો હતો. આ કારણ છે કે તેણે ચશ્મા બનાવવા અને નવી-નવી ડિઝાઇન બનાવવાનું શીખી લીધું. થોડા સમય બાદ તે ઘર પર ચશ્મા બનાવવા લાગ્યો. દિવસમાં દુકાન પર કામ કર્યા બાદ રાત્રે તે ઘર પર ચશ્મા બનાવતો હતો. તેમાં તેને ખબર પડી કે દુકાને કામ કર્યા બાદ જેટલા પૈસા મળે છે, એટલા તો દર મહિને ઘરમાં થોડી કલાકો કામ કરી મળી શકે છે. ત્યારબાદ તેને ચશ્માનો કારોબાર કરવાનો વિચાર આવ્યો હતો. 


આ પણ વાંચોઃ ગુજરાતની નમકીન બનાવતી કંપનીનો આવી રહ્યો છે IPO,જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP


2017માં શરૂ કર્યું પોતાનું કામ
વર્ષ 2017માં મનીષે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તેની પાસે બિઝનેસ માટે પૈસા નહોતા. સૌથી પહેલા તેણે ભાડા પર દુકાન લીધી. દુકાનના માલિકે મનીષનો બિઝનેસ શરૂ કરાવવા માટે પૈસા પણ લગાવ્યા હતા. મનીષ શરૂઆતમાં ચીનથી આવેલી કેર પ્રોડક્ટ મંગાવી ભારતમાં વેચવા લાગ્યો. બાદમાં તેણે પોતાની કંપની ઈન્ટેન્સ ફોકસ વિઝન બનાવી ચશ્મા ડિઝાઇન કરવા અને વેચવાનું શરૂ કર્યું હતું. 


હવે વર્ષે 100 કરોડનું ટર્નઓવર
સાત વર્ષમાં મનીષે પોતાના બિઝનેસને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધો છે. તેનું વાર્ષિક ટર્નઓવર હવે 100 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. શાર્ટ ટેન્ક ઈન્ડિયામાં તેણે જણાવ્યું કે તે દર મહિને હોલસેલમાં પોતાની પ્રોડક્ટ વેચી 14-15 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેનો કારોબાર 20 રાજ્યોમાં ફેલાયેલો છે. જેમાં લગભગ 3000 આઉટલેટ્સ પર તેના ચશ્મા વેચાઈ છે. શાર્ક ટેન્કના જજોને મનીષનો કારોબાર પસંદ આવ્યો પરંતુ તેને ફંડ મળ્યું નહીં. તેણે 5 ટકાની ઈક્વિટી માટે 5 કરોડ રૂપિયાની ડિમાન્ડ રાખી હતી.