દિલ્હી: મનીષ સિસોદિયાએ વેપારીઓને કહ્યું, તહેવારોમાં રૂપિયા માંગનાર અધિકારીઓની તસવીરો મોકલો
ડેપ્યુટી સીએમએ કહ્યું કે આ બાબતે લેખિતમાં આદેશ જાહેર કરી વ્યાપારી અને કર વિભાગને જાણ કરી દેવામાં આવી છે, કે દિવાળી સુધીમાં વેપારીઓના ઘરો અને ઓફિસમાં રેડ કરવી નહિં.
નવી દિલ્હી: દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ શુક્રાવાર વેપારીઓને કહ્યું કે યોગ્ય કાર્યવાહી માટે અધિકારીઓના ફોટો તેમની પાસે મોકલો જે તહેવારોની સિઝનમાં તેમની પાસે રૂપિયા માંગવા આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મામલે લેખીતમાં આદેશ જાહેર કરી વેપાર અને કર વિભાગને જાણ કરવામાં આવી છે, કે દિવાળી સુધીમાં કોઇ પણ વેપારીઓના ઘર અથવા તો ઓફીસમાં રેડ કરવામાં ન આવે
સિસોદિયાએ વઘુમાં કહ્યું કે, થોડા વેપારીઓએ તેમને આ અંગે ફરિયાદ કરી હતી, કે અમુક અધિકારીઓ આમ આદમી પાર્ટીના નામ પર વેપારીઓ પાસે પૈસાની વસૂલી કરે છે. સિસોદિયાએ એક કાર્યક્રમમાં વેપારીઓને સંબોઘન કરતા કહ્યું કે, ‘અને ચૂંટણી માટે વેપારીઓ પર રેડ કરાવીને પૈસા વસૂલી કરવા નથી માંગતા. પૈસા માંગતા અધિકારીઓનો ફોટો પાડી મને મોકલી આપો.
સિસોદિયાએ કહ્યું કે સરકાર વેપાર અને કર સર્વૈક્ષણના નામ પર વેપારીઓનું શોષણ થતું હવે સહન નહી કરે, તેમણે કહ્યું કે ચાલૂ વર્ષે આ પ્રકારના 110 સર્વેક્ષણ કરવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર એક જ સર્વેક્ષણમાં 72 લાખ રૂપિયાની કર ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો.
તેમણે કહ્યું, ‘અમારે કર વસૂલવો છે, અને કર ચોરી પણ રોકવી છે, પરંતુ અમે આવુ વેપારીઓનું શોષણ કરીને કરવા નથી માંગતા’તેમણે તમામ વિભાગોમાં જામ કરી દીધી છે, કે વેપારીઓના ઘર અથવા ઓફિસમાં દિવાળીના તહેવાર સુધીમાં રેડ કરવી નહિ, કારણ કે વેપારી તહેવારની સિઝમાં સૌથી વધારે વ્યસ્ત હોય છે.
(ઇનપુટ-ભાષા)