નવી દિલ્હીઃ Mankind Pharma IPO: જો તમે ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ એટલે કે IPOમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક આવી રહી છે. અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્માનો IPO આવતા અઠવાડિયે લોન્ચ થઈ રહ્યો છે. કંપનીએ તેના IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. મેનકાઇન્ડ ફાર્માના IPO પ્રાઇસ બેન્ડ 1,026-1,080 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ઇશ્યૂ 25 એપ્રિલના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો તેમાં 27 એપ્રિલ સુધી દાવ લગાવી શકશે. બજારના જાણકારોના જણાવ્યા અનુસાર ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ.90ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. એટલે કે, દાંવ લગાવનારને નફો થવાની અપેક્ષા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે આઈપીઓની વિગત
IPO એ સંપૂર્ણ રીતે પ્રમોટરો અને હાલના ઈન્વેસ્ટરો દ્વારા વેચાણ માટેની ઓફર (OFS) છે. કંપની દ્વારા ફાઈલ કરાયેલ રેડ-હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) મુજબ, બ્લોક પર કુલ ઈક્વિટી શેર 40,058,844 હશે. ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ પ્રતિ શેર રૂ 1 છે. પ્રમોટર્સ રમેશ જુનેજા, રાજીવ જુનેજા અને શીતલ અરોરા અનુક્રમે 3,705,443, 3,505,149 અને 2,804,119 ઇક્વિટી શેર વેચશે. પ્રમોટરો ઉપરાંત, કેર્નહિલ CIPEF લિમિટેડ (17,405,559 ઇક્વિટી શેર્સ સુધી), કેર્નહિલ CGPE લિમિટેડ (2,623,863 ઇક્વિટી શેર્સ સુધી), બેઝ લિમિટેડ (9,964,711 ઇક્વિટી શેર્સ સુધી) અને લિંક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ સહિતના રોકાણકારો (17,405,559 ઇક્વિટી શેર્સ સુધી) ડિસઇન્વેસ્ટમેન્ટ કરશે. 


આ પણ વાંચોઃ ATM માં કેમ એક નહીં કેમ લાગેલા હોય છે બે-બે AC? જાણો તેનું કારણ


કોના માટે કેટલા શેર રિઝર્વ
ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (QIBs) માટે કુલ ઉપલબ્ધ શેરના 50% પર ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે રિટેલ ઈન્વેસ્ટર્સ (RIIs) માટે તે 35% છે. બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે, સભ્યપદ ક્વોટા 15% છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા 1 લોટ માટે દાવ લગાવી શકશે. એક લોટમાં કંપનીના 13 શેર હશે. એટલે કે ઓછામાં ઓછા એક રોકાણકારે 14,040 રૂપિયાનું રોકાણ કરવું પડશે.


આ દિવસે થશે શેરનું લિસ્ટિંગ
શેર ફાળવણીની તારીખ- 3 મે 2023
રિફંડની શરૂઆત- 4 મે 2023
ડીમેટમાં શેરનું ક્રેડિટ- 8 મે 2023
આઈપીઓ લિસ્ટિંગની તારીખ- 9 મે 2023


નોંધનીય છે કે કંપનીએ આ ઈશ્યૂ માટે કોટક ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, એક્સિસ કેપિટલ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, જેફરીઝ અને જેપી મોર્ગનને બીઆરએલએમ જ્યારે કેફિન ટેક્નોલોજીસને રજીસ્ટ્રાર નિયુક્ત કર્યાં છે. 


આ પણ વાંચોઃ Post Office: 4 લાખના મળશે 8 લાખ, હવે સરકારની આ યોજનામાં જલદી પૈસા થશે ડબલ


જાણો કંપની વિશે
મેનકાઇન્ડ ફાર્મા 1991ની કંપની છે. આ દવા સિવાય મેનફોર્સ કોન્ડો અને પ્રેગનેન્સી ટેસ્ટ કિટ પ્રેગા ન્યૂઝ બનાવે છે. વર્ષ 2022માં ઘરેલૂ સેલ્સ મામલામાં દેશની ચોથી સૌથી મોટી કંપની બની ચુકી છે. કંપનીનું 98 ટકા રેવેન્યૂ ભારતીય માર્કેટમાંથી આવે છે. આ સિવાય કંપનીનું માર્કેટ અન્ય દેશોમાં પણ છે. કંપની અમેરિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં પણ કારોબાર કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube