અંબાણી ગ્રુપની મોટી મોટી ડીલ પાછળ કોનું હોય છે ભેજું? ખાસ જાણો...જેમને આપ્યું છે 1500 કરોડનું ઘર ભેટમાં
Ambani Group: રિલાયન્સમાં MM નામથી ઓળખવામાં આવે છે. ધીરુભાઈ અંબાણીના નેતૃત્વમાં કામ શરૂ કર્યું અને ત્યારબાદ મુકેશ અંબાણી અને તેમના પુત્ર-પુત્રીઓ ઈશા આકાશ અને અનંત સાથે પણ કામ કરી રહ્યા છે. એટલે કે અંબાણી પરિવારની ત્રણેય પેઢીઓ સાથે કામ કરેલું છે. જેઓ મુકેશ અંબાણીના ખાસ મિત્ર પણ છે.
Mukesh Ambani Group: મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરપર્સન છે. જે દેશની સૌથી વધુ મૂલ્યવાન કંપની છે. તેની માર્કેટ કેપ 19,63,000 કરોડ રૂપિયાની છે. મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ પણ છે. તેમની કુલ સંપત્તિ 9,66,142 કરોડ રૂપિયા છે. તેમણે ઘણા સમયથી સૌથી અમીર ભારતીયોની સૂચિમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પોતાની દૂરંદર્શી સોચ, જોખમ ઉઠાવવાની ક્ષમતા અને મજબૂત વ્યવસાયિક કૌશળ માટે તેમની હંમેશા પ્રશંસા થાય છે. રિલાયન્સ ગ્રુપનો કારોબાર અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે. જેને ચલાવવામાં તેમના પરિવારના સભ્યોની સાથે સાથે કેટલાક ખાસ લોકોનો પણ હાથ છે. જેમાંના એક છે મનોજ મોદી જે મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ પણ કહેવાય છે.
મુકેશ અંબાણીના ભરોસાપાત્ર સાથી
રિલાયન્સ ગ્રુપની અનેક સહાયક કંપનીઓની દેખરેખ તેમના નીકટના સહયોગી અને પરિવારના સભ્યો કરે છે. જેમાં નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશ અંબાણી, આનંદ જૈન વગેરે સામેલ છે. મુકેશ અંબાણીના આવા જ એક ખુબ જ ભરોસાપાત્ર વ્યક્તિ છે મનોજ મોદી. મુકેશ અંબાણીએ તેમના આ ખુબ જ ભરોસાપાત્ર સહયોગીને એન્ટિલિયા પાસે જ એક 22 સ્ટોરી બિલ્ડિંગ ભેટમાં આપી છે. આ બિલ્ડિંગની અંદાજિત કિંમત તે વખતે 1500 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. મનોજ મોદી હાલ રિલાયન્સ રિટેલ લિમિટેડ અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે.
અઘરી ડીલમાં મદદ કરી
મુકેશ અંબાણી છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રમાં પોતાની પહોંચ વધારી રહ્યા છે. તેમના સહાયક મનોજ મોદીએ તેમને કેટલીક સારી ડીલ કરવામાં ખુબ મદદ કરી છે. મનોજ મોદી સ્ટાર્ટઅપ્સ સાથે ડીલ કરવામાં અપ્રત્યક્ષ રીતે વાતચીતને હેન્ડલ કરવાનું પસંદ કરે છે. મોદી લગભગ 40 વર્ષથી અંબાણી પરિવાર સાથે જોડાયેલા છે. મનોજ મોદી મુંબઈમાં યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાં મુકેશ અંબાણીના બેચમેટ હતા. મોજન મોદી 1980ના દાયકામાં રિલાયન્સ સાથે જોડાયેલા હતા. ત્યારે મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી ઓઈલ અને પેટ્રોકેમિકલ્સની દિગ્ગજ કંપનીનું નિર્માણ કરી રહ્યા હતા.
મોટી મોટી ડીલ પાર પાડી
એપ્રિલ 2020માં સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક સાથે રિલાયન્સજિયોની બિગ ડીલમાં પણ તેઓની મહત્વની ભૂમિકા હહતી. આ 43,000 કરોડ રૂપિયાની ડીલે રિલાયન્સને કરજમુક્ત બનાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો. આ ઉપરાંત રિલાયન્સના અનેક મોટા પ્રોજેક્ટ્સ પાછળ પણ તેમનું ભેજુ છે. જેમાં હજીરા પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ, જામનગર રિફાઈનરી, પહેલો ટેલિકોમ બિઝનેસ, રિલાયન્સ રિટેલ અને 4જી રોલઆઉટ સામેલ છે.
1500 કરોડનું ઘર ભેટમાં
મનોજ મોદીને મુકેશ અંબાણીએ 1500 કરોડ રૂપિયાનું ઘર ભેટમાં આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મનોજ મોદીને 22 માળનું ઘર ભેટમાં અપાયું જેની કિંમત 1500 કરોડ રૂપિયા છે. આ બિલ્ડિંગ મુંબઈમાં નેપિયન્સી રોડ પર બનેલી છે જેનું નામ વૃંદાવન રાખવામાં આવેલું છે.
મુકેશ અંબાણીના કોલેજના મિત્ર
મનોજ મોદીને (Manoj Modi) મુકેશ અંબાણીના જમણા હાથ એમ જ નથી કહેવાતા. તેઓ અંબાણીના કોલેજ ફ્રેન્ડ પણ છે. અંબાણી અને મોદી મુંબઈ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં બેચમેટ હતા અને બંનેએ કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. મનોજ મોદી મોટાભાગે મોટા નિર્ણય પર વિચાર-વિમર્શ દરમિયાન અંબાણી સાથે જોવા મળી શકે છે.
સરળ નથી ડીલને અંજામ સુધી લઈ જવી
મનોજ મોદી સાથે સોદાબાજી કરવું એ એટલું સરળ નથી. તેમણે મુકેશ અંબાણીની સંપત્તિમાં અનેક અબજો ડોલર જોડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. મનોજ મોદી લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમના અંગત જીવન વિશે બહુ જાણકારી ઉપલબ્ધ નથી. પણ ગુજરાતી પરિવારમાં જન્મેલા મનોજ મોદીના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. મુકેશ અંબાણીના (Mukesh Ambani)રાઈટ હેન્ડ ગણાતા MM એટલે કે મનોજ મોદીના મતે, 'રિલાયન્સ (Relaince ) ગ્રૂપમાં અમારો સિદ્ધાંત ખૂબ જ સરળ છે, જ્યાં સુધી અમારી સાથે કામ કરતી વખતે દરેક પૈસા કમાય નહીં, ત્યાં સુધી તમે ટકાઉ બિઝનેસ નહીં કરી શકો. આ દિવસોમાં મનોજ મોદી અંબાણીએ ભેટમાં આપેલા 1500 કરોડ રૂપિયાના ઘરને લઈને ચર્ચામાં છે.
ત્રણેય પેઢીઓ સાથે કર્યું છે કામ
મનોજ મોદીને રિલાયન્સમાં MM નામથી ઓળખવામાં આવે છે. ધીરુભાઈ અંબાણીના નેતૃત્વમાં કામ શરૂ કર્યું અને ત્યારબાદ મુકેશ અંબાણી અને તેમના પુત્ર-પુત્રીઓ ઈશા આકાશ અને અનંત સાથે પણ કામ કરી રહ્યા છે. એટલે કે અંબાણી પરિવારની ત્રણેય પેઢીઓ સાથે કામ કરેલું છે.
2007માં બન્યા ડાયરેક્ટર
અંબાણી પરિવારના રાઈટહેન્ડ ગણાતા મનોજ મોદી રિલાયન્સ ગ્રુપના સૌથી પાવરફૂલ લોકોમાં ગણાય છે અને કંપનીની અંદર અને બહારથી તેઓ હંમેશા મુકેશ અંબાણી સાથે જ રહે છે. હાલ રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોમાં ડાયરેક્ટર પદે છે. સૌથી ખાસ વાત એ છે કે 1980માં રિલાયન્સ સાથે જોડાવા છતાં તેઓ કોઈ પણ પદ વગર અંબાણી સાથે રહ્યા. વર્ષ 2007માં કંપનીમાં ડાયરેક્ટર બન્યા. મુકેશ અંબાણીને જ્યારે બિઝનેસ સંલગ્ન કોઈ પણ નિર્ણય લેવો હોય ત્યારે તેઓ સૌથી વધુ ભરોસો મનોજ મોદી ઉપર જ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube