નવી દિલ્હીઃ Changes From 1st February: નવા વર્ષ 2022નો પ્રથમ મહિનો એટલે કે જાન્યુઆરી ખતમ થવાનો છે. આગામી મહિના એટલે કે ફેબ્રુઆરીના પ્રથમ દિવસે ઘણા ફેરફાર થવાના છે. એક ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમન બજેટ  (Budget 2022-23) રજૂ કરશે. જેનાથી દેશની અર્થવ્યવસ્થામાં પણ ફેરફાર થશે. બજેટ સિવાય  (Aam budget 2022) પણ 1 ફેબ્રુઆરીથી મહત્વના ફેરફાર થવાના છે. આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસબીઆઈ કરી રહ્યું છે ફેરફાર
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક એસબીઆઈ પૈસા ટ્રાન્સફર કરવાના નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે બેન્ક 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા વચ્ચે IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા પર 20 રૂપિયા +  GST ચાર્જ વસૂલ કરશે. એટલે કે બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવા મોંઘા પડશે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ઓક્ટોબર 2021માં IMPS ના માધ્યમથી ટ્રાન્ઝેક્શનનું અમાઉન્ટ 2 લાખ રૂપિયાથી વધારી 5 લાખ રૂપિયા કરી દીધુ હતું. રિઝર્વ બેન્કે IMPS દ્વારા થનારા ટ્રાન્ઝેક્શનની લિમિટ પણ એક દિવસમાં બે લાખથી વધારી પાંચ લાખ કરી દીધી હતી. 


આ પણ વાંચોઃ Budget 2022: સામાન્ય માણસ માટે આ વખતે બજેટમાં શું ખાસ હોઈ શકે? જાણો


બેન્ક ઓફ બરોડાના નિયમમાં ફેરફાર
1 ફેબ્રુઆરીથી થઈ રહેલા ફેરફારોમાં બેંક ઓફ બરોડાના ચેક ક્લિયરન્સનો નિયમ પણ સામેલ છે. બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ 1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરવું પડશે. એટલે કે હવે ચેક સંબંધિત માહિતી મોકલવાની રહેશે, તો જ તમારો ચેક ક્લિયર થશે. તમને જણાવી દઈએ કે આ ફેરફારો 10 લાખ રૂપિયાથી વધુના ચેક ક્લિયરન્સ માટે છે.


પીએનબીએ કડકાઈ દાખવી
પંજાબ નેશનલ બેંક (PNB)ના બદલાતા નિયમોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ખરેખર, હવે જો તમારા ખાતામાં પૈસા ન હોવાને કારણે હપ્તો અથવા રોકાણ નિષ્ફળ જાય છે, તો તમારે 250 રૂપિયાનો દંડ ભરવો પડશે. અત્યાર સુધી આ દંડ 100 રૂપિયા હતો. એટલે કે હવે તમારે આ માટે વધુ રકમ ચૂકવવી પડશે.


આ પણ વાંચોઃ ઘરે બેસી, મોબાઇલથી દર મહિને કરી શકો છો લાખોની કમાણી, આ ટિપ્સને કરો ફોલો


ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર
નોંધનીય છે કે એલપીજીની કિંમત દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. આ વખતે બજેટ પણ સામે છે, તેથી જોવાનું એ રહેશે કે 1 ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવ પર શું અસર પડે છે. જો ભાવ વધે કે ઘટે તો તેની અસર જનતાના ખિસ્સા પર ચોક્કસ પડશે.


નવા નાણાકીય વર્ષનું બજેટ થશે રજૂ
પ્રથમ ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમન  (Finance Minister Nirmala Sitharaman) સામાન્ય બજેટ રજૂ કરશે. તેમાં ડાયરેક્ટર અને ઇનડાયરેક્ટ ટેક્સ  (personal income tax rates) સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થઈ શકે છે. કોરોનાને કારણે મંદ પડેલી અર્થવ્યવસ્થા વચ્ચે આ બજેટ મહત્વપૂર્ણ છે. 5 રાજ્યોની ચૂંટણી પણ સામે છે, તેથી માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ બજેટમાં મહત્વના નિર્ણયો લઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube