નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ ઇનીશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓનું લોન્ચિંગ છે. આ આઈપીઓનું નામ છે વેદાંત ફેશન્સ. કપડા માટે જાણીતી માન્યવર બ્રાન્ડની પેરેન્ટ કંપની વેદાંત ફેશન્સના આઈપીઓમાં દાવ લગાવવો કેટલો યોગ્ય છે? તેની પ્રાઇઝ બેન્ડ છું છે? જાણો તમામ સવાલોના જવાબ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે પ્રાઇઝ બેન્ડ
4 ફેબ્રુઆરી એટલે કે આજે ખુલનાર આઈપીઓ 8 ફેબ્રુઆરીએ બંધ થશે. તેના પ્રાઇઝ બેન્ડની વાત કરીએ તો 824 રૂપિયાથી લઈ 866 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. તો રોકાણકાર ઓછામાં ઓછા એક લોટ માટે અરજી કરી શકે છે. એક લોટમાં કુલ 17 શેર આવશે. વેદાંત ફેશન આઈપીઓનું અલોટમેન્ટ 11 ફેબ્રુઆરી 2022ના થઈ શકે છો. તો કંપની 16 ફેબ્રુઆરીએ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ Zee News Exclusive: બજેટ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણનો પ્રથમ ઇન્ટરવ્યૂ


જીએમપી કેટલો છે
ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપીની વાત કરીએ તો થોડી નિરાશ કરનારી છે. પાછલા દિવસોમાં તેનો જીએમપી100 રૂપિયા હતો, જે ઘટીને 43 રૂપિયા પર આવી ગયો છે. કોઈપણ આઈપીઓની સફળતાનો આધાર માટે જીએમપી એક મોટો માપદંડ હોય છે. 


કંપની વિશે
તમને જણાવી દઈએ કે વેદાંત પુરૂષોના લગ્ન અને સેલિબ્રેશન વિયર સેગમેન્ટમાં ભારતની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. કંપનીની મુખ્ય બ્રાન્ડ માન્યવર બ્રાન્ડેડ વેડિંગ અને સેલિબ્રેશન વિયર માર્કેટમાં લીડિંગ છે. કંપનીની અન્ય બ્રાન્ડોમાં ત્વમેવ, મંથન, મોહે અને મેબાજ સામેલ છે. કંપનીનું એક મોટુ નેટવર્ક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube