નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં તહેવારોની લાંબી લાઈન છે. જો તમારો બેન્ક જવાનો પ્લાન છે કે પછી બેન્ક સાથે જોડાયેલું કોઈ કામ પૂરુ કરવાનું છે તો પહેલા બેન્કની રજાનું લિસ્ટ ચેક કરી લેજો. માર્ચ મહિનામાં શિવરાત્રિ, હોળી જેવા ઘણા તહેવાર છે, જેના કારણે માર્ચ મહિનામાં 13 દિવસ બેન્કોનું કામકાજ થશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 દિવસ બેન્કોમાં રજા
આરબીઆઈ તરફથી બેન્કોની રજાની યાદી જાહેર કરવામાં આવે છે, જેમાં દરેક મહિનાની રજાની વિગત આપવામાં આવે છે. માર્ચમાં 13 દિવસની રજામાં 4 રવિવાર પણ સામેલ છે. આ સિવાય રજાઓનું લિસ્ટ રાજ્યો પ્રમાણે છે. 


રિઝર્વ બેન્ક જાહેર કરે છે લિસ્ટ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જાન્યુઆરી મહિનામાં વર્ષ ભરની રજાની યાદી જાહેર કરે છે, જેથી કર્મચારીઓ અને ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. 


આ પણ વાંચોઃ દર મહિને મળશે 1 લાખ રૂપિયાનું વ્યાજ, પત્નીના નામે આ સ્કીમમાં કરો રોકાણ  


ચેક કરો માર્ચ મહિનામાં રજાઓનું લિસ્ટ
- 1 માર્ચે મહાશિવરાત્રિને કારણે અગરતલા, આઇઝોલ, ચેન્નઈ, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, કોલકત્તા, નવી દિલ્હી, પણજી, પટના અને શિલાંગને છોડી અન્ય સ્થળોએ બેન્ક બંધ રહેશે.
- 3 માર્ચે લોસારને કારણે  ગંગટોકમાં બેન્ક બંધ રહેશે. 
- 4 માર્ચે ચપચાર કુટને કારણે આઇઝોલમાં બેન્ક બંધ રહેશે.
- 6 માર્ચે રવિવારે સાપ્તાહિક રજા છે.
- 12 માર્ચ શનિવાર એટલે બીજો શનિવાર, જેના કારણે બેન્ક બંધ રહેશે.
- 13 માર્ચ રવિવારને કારણે બેન્કનું કામકાજ થશે નહીં.
- 17 માર્ચ હોળીને કારણે દેહરાદૂન, કાનપુર, લખનઉ અને રાંચીમાં બેન્ક બંધ છે.
- 18 માર્ચના ધુળેટીને કારણે બેંગલોર, ભુવનેશ્વર, ચેન્નઈ, ઇમ્ફાલ, કોચ્ચિ, કોલકત્તા અને તિરૂવનંતપુરમને છોડી અન્ય સ્થળો પર બેન્ક બંધ છે.
- 19 માર્ચે હોળી/યાઓસાંગને કારણે ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં બેન્ક બંધ.
- 20 માર્ચે રવિવાર છે.
- 22 માર્ચે બિહાર દિવસને કારણે પટનામાં બેન્ક બંધ છે.
- 26 માર્ચે શનિવાર એટલે કે મહિનાનો ચોથો શનિવાર છે.
- 27 માર્ચે રવિવારને કારણે બેન્કનું કામ થશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube