Stock Market Updates: વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે શેરબજારમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં દિવસભર વેચવાલી જોવા મળી હતી. છેલ્લે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. 2 દિવસની રોકાણકારોની કમાણીને આજે મોટો ઝટકો લાગ્યો છે. આજના કારોબાર પછી સેન્સેક્સ 51900 ની નીચે બંધ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ
આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સની ટોપ-30 કંપનીઓમાંથી 28 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આજનો ટોપ લોઝર સ્ટોક ટાટા સ્ટીલ હતો. તેના શેરમાં સૌથી વધુ નુકસાન થયું છે. કંપનીના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો છે.


HDFC યુઝર્સ માટે ખુશખબર, ગ્રાહકોએ વાત સાંભળીને કહ્યું- 'આનાથી મોટું કંઈ નથી'


સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો!
આજે ટ્રેડિંગ બાદ સેન્સેક્સ 709.54 પોઈન્ટ્સ અથવા 1.35 ટકા ઘટીને 51,822.53 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 225.50 પોઈન્ટ્સ અથવા 1.44 ટકા ઘટીને 15,413.30 પર બંધ થયો હતો.


આ શેરોમાં વધારો
આજે ટ્રેડિંગ સેશનમાં 30માંથી માત્ર 2 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા છે. જેમાં ITCના શેર લીલા નિશાનમાં બંધ થયા છે અને તેની સાથે આજે પાવર ગ્રીડમાં પણ તેજી જોવા મળી છે.


Demat Account KYC: 1 જુલાઈથી શેરબજારમાં નહીં કરી શકો ટ્રેડિંગ, જો તમે આજે આ કામ ન કર્યું તો....


તેના સિવાય વિપ્રો, રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બેંક, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, આઇટીસી, ભારતી એરટેલ, એનટીપીસી, એમએન્ડએમ, એક્સિસ બેંક, એલટી, આઇસીઆઇસીઆઇ બેંક, નેસ્લે ઇન્ડિયા, એચડીએફસી, સન ફાર્મા, ઇન્ફોસીસ, એસબીઆઇ, અલ્ટ્રા કેમિકલ્સ , એચડીએફસી બેંક, કોટક બેંક, એશિયન પેઇન્ટ્સ, એચયુએલ, ડો રેડ્ડીઝ અને મારુતિના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી.


સવારથી જ બજારમાં સુસ્તી
બુધવારે સવારે જ બજારમાં સુસ્તી જોવા મળી હતી. સેન્સેક્સ 30 પોઈન્ટ અને 50 પોઈન્ટ નિફ્ટીએ ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી. ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ 345.71 પોઈન્ટ ઘટીને 52,186.36 પર ખુલ્યો હતો. જ્યારે, નિફ્ટી લાલ નિશાન સાથે 15,545.65 ના સ્તર પર ખુલ્યો. જ્યારે પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી માત્ર 7 શેર જ લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube