Adani Stock to Sell: અબજપતિ બિઝનેસમેન ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. અમેરિકાની એક કોર્ટે ગૌતમ અદાણી અને સાત અન્ય લોકોને સોલર કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવા અને ફ્રોડ કરવાના આરોપ લાગ્યા છે. ત્યારબાદ કંપનીના શેરોમાં જબરદસ્ત વેચાવલી જોવા મળી રહી છે. પરંતુ શુક્રવારે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. જે ગ્રુપના શેરોનો મિજાજ ખરાબ કરી શકે છે. હકીકતમાં કેન્યાની સરકારે અદાણી ગ્રુપને અપાયેલા પોર્ટ અને પાવર કોન્ટ્રાક્ટને કેન્સલ કરી દીધો છે. અગાઉ હિંડનબર્ગ રિપોર્ટ અને હવે અમેરિકી કોર્ટનો મામલો અદાણી ગ્રુપના બિઝનેસ પાર્ટનર્સ અને રોકાણકારો માટે ભારે પડી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવામાં આજે પણ અદાણીના શેરોમાં કડાકો જોવા મળી શકે છે. માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ આજે અદાણી પોર્ટમાં વેચાવલી કરવાની સલાહ આપી છે. અનિલ સિંઘવીએ કહ્યું કે અદાણી પોર્ટ ફ્યૂચર્સમાં વેચાવલી કરતા જાઓ. સ્ટોપલોસ 1160 પર  લગાવો અને 1090, 1065, 1030 નો ટાર્ગેટ પ્રાઈસ લગાવો. કેન્યા સરકારનો નિર્ણય કંપની માટે મોટો ઝટકો બની શકે છે. 


આજે અદાણી શેરોમાં શું થશે
તેમણે કહ્યું કે ગ્રુપ પહેલેથી જ મુસીબતમાં છે અને કેન્યાથી પણ માઠા સમાચાર આવ્યા છે. આવામાં વિવાદો વચ્ચે ગ્રુપ માટે ક્ષમતા વિસ્તાર અને પૈસા ભેગા કરવા મુશ્કેલ થશે. અદાણીના કેશ શેરોમાં આજે પણ વેચાવલી રહી શકે છે. હાલ તેમાં ટ્રેડિંગ અને રોકાણ બંને ખુબ જ રિસ્કી છે. ભારે ઉતાર ચડાવનો ડર છે તો હાલ Wait & Watch કરો. 


(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી)