Stock Market : રેકોર્ડ સ્તરે ખુલ્યું માર્કેટ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઉછાળો
ડોલરની સરખામણીમાં રૂપિયો આજે 21 પૈસા વધારા સાથે 69.45ના સ્તર પર ખુલ્યો છે. આવતીકાલે ડોલરની સરખામણીમાં રૂપિયો પાંચ પૈસાના વધારા સાથે 69.66ના સ્તર પર બંધ થયો હતો.
મુંબઇ : લોકસભા ચૂંટણી પરિણામો માટેના એક્ઝિટ પોલમાં NDA બહુમતી સુધી પહોંચી ગયું છે. આવા પુર્વાનુમાનના કારણે માર્કેટની શરૂઆત રેકોર્ડ ઉછાળ સાથે થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને નવા હાઇ સુધી પહોંચ્યા છે. સેન્સેક્સે 40000નો આંકડો પાર કરી લીધો છે. આ સિવાય નિફ્ટીમાં પણ 193 પોઇન્ટની મજબુતી જોવા મળી છે. પહેલીવાર નિફ્ટી 11900ના આંકડા સુધી પહોંચ્યું હતું.
ગુરુવારે બીએસઇનો 30 શેરવાળો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 500 પોઇન્ટ વધીને 39633 પર ખુલ્યો છે. એનએસઇનો 50 શેરવાળો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 151 પોઇન્ટના મામુલી વધારા સાથે 11,889 પર ખુલ્યો છે. માર્કેટના જાણકારો કરે છે કે જો ભાજપના નેતૃત્વવાળા એનડીએને 300થી વધારે સીટ મળે તો સેન્સેક્સ 40,000 પોઇન્ટની સપાટી તોડી શકે છે જ્યારે નિફ્ટી 12,000ની સપાટીને પાર કરી દેશે. નોંધનીય છે કે મતગણતરીના એક દિવસ પહેલાં 22 મેના દિવસે સેન્સેક્સમાં 110 પોઇન્ટનો વધારો નોંધાયો હતો.