નવી દિલ્હી: કોરોનાના પ્રકોપ અને યસ બેંક સંકટની અસર બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. સોમવારે સેંસેક્સ 1129 પોઇન્ટના ઘટાડા સાથે 36,476 પર ખુલ્યું. આ પ્રકારે નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 317 પોઇન્ટના ઘટાડા સાથે 10672 પર ખુલ્યું. આર્થિક મંદીના ડર અને યસ બેંક બંધ થતાં રોકાણકારોમાં આવેલી નિરાશા બજારમાં સંપૂર્ણપણે છવાયેલી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે પણ છવાયો હતો કોહરામ
શુક્રવારે સુનામી બનીને તૂટ્યું. મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 893.99 પોઇન્ટના ઘટાડા સાથે 37,576.62 અને નિફ્ટી 289.45 પોઇન્ટના ઘટાડા સાથે 10,979.55 પર બંધ થયો. યસ બેંકના શેર 56% તૂટ્યા. બજાર ખુલતાં જ ભારતીય શેરબજારમાં શુક્રવારે ફરી કોહરામ મચ્યો હતો. 


નાણામંત્રી નિર્મલા સીતારમણે યસ બેંકના નાણાકીય સંકટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ''હું ખાતાધારકોને આશ્વાસન આપવા માંગુ છું કે તમારા પૈસા સુરક્ષિત છે. રિઝર્વ બેંક ગર્વનરે મને આશ્વાસન અપાવ્યું છે કે જલદીથી જલદી તેનું સમાધાન થઇ જશે, કોઇ નુકસાન કોઇ ખાતાધારકને થશે નહી.' સીતારમણે કહ્યું કે ''2014 સુધી UPA ની સરકારના દ્વારા ફોન દ્વારા લોન તેમને કાકા-ભત્રીજાનો કાર્યક્રમ જે થયો, તેના કારણે આજ સુધી અમારી બેંકને સુધારો કરવાની મહેનત થઇ રહી છે.'' RBI ગર્વનર શક્તિકાંત દાસનું કહેવું છે કે ''અમે 30 દિવસની બહારી સીમા આપી છે, અને તમે જોશો કે કેવી રીતે યસ બેંકને પુનર્જીવિત કરવા માટે રિઝર્વ બેંક ઝડપથે કાર્યવાહી કરશે. જોકે આ નિવેદન બાદ પણ બજાર પર સકારાત્મક અસર જોવા મળી નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube