નવી દિલ્હી: કોરોનાના પ્રકોપ અને યસ બેંક સંકટની અસર બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. ગુરૂવારે ચોથા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત ફરી એકવાર ઘટાડા સાથે થઇ હતી. ભારતીય શેરબજારમાં સેંસેક્સ −1,747.71 પોઇન્ટના ઘટાડા સાથે 33,947.02 પર ખુલ્યું હતું. આ પ્રકારે નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી −520.15 પોઇન્ટના ઘટાડા સાથે 9,932.85 પર ખુલ્યું. આર્થિક મંદીના ડર અને યસ બેંક બંધ થતાં રોકાણકારોમાં આવેલી નિરાશા બજારમાં સંપૂર્ણપણે છવાયેલી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે પણ માર્કેટમાં મંદી
આ પહેલાં બુધવારે ભારતીય શેર બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. જોકે સત્રના અંતમાં સેન્સેક્સ 62 પોઇન્ટની સામાન્ય બઢત સાથે 35,697 પર, જ્યારે નિફ્ટી ગત સત્રના મુકાબલે લગભગ સાત પોઇન્ટના વધારા સાથે 10,458 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાં 15 શેરોમાં તેજી રહી જોકે 15 શેર ઘટાડા સાથે બંધ થયો. 


સેન્સેક્સના સૌથી તેજીવાળા પાંચ શેરમાં હીરોમોટોકોર્પ (4.08 ટકા), રિલાયન્સ (3.60 ટકા), આઇસીઆઇસીઆઇ બેંક (1.80 ટકા), હિંદુસ્તાનલીવર (1.47 ટકા) અને એલએન્ડટી (1.35 ટકા) સામેલ છે. સેન્સેક્સમાં સૌથી મોટા ઘટાડા વાળા પાંચ શેરોમાં ટાટા સ્ટીલ (7.11 ટકા), ઇંડસઇંડ બેંક (5.80 ટકા), ઓએનજીસી (4.02 ટકા), એસબીઆઇએન (3.35 ટકા) અને ઇન્ફોસિસ (2.66 ટકા) સામેલ રહ્યા હતા.     


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube