Sensex opening: શેર બજારમાં છેલ્લા બે દિવસના ઘટાડા બાદ બુધવારના મજબૂતી જોવા મળી રહી છે. ગ્લોબલ બજારમાં સુસ્તી હોવા છતા ભારતીય બજારમાં સારી શરૂઆત થઈ છે. સેન્સેક્સ 200 પોઈન્ટ ઉપર ખુલ્યો છે. ત્યારે નિફ્ટી પણ 16,100 ના લેવલને પાર કરી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારના શરૂઆતી કારોબારમાં કંસાઈ નેરોલેકમાં 3 ટકા જ્યારે અદાણી પાવરના શેરમાં 2 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસની નબળાઈ બાદ ભારતીય બજારના તમામ ઇન્ડેક્સ બુધવારે લીલા નિશાન સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 219.76 પોઈન્ટની તેજી સાથે 54,106.37 ના લેવલ પર ખુલ્યો છે.


RBI એ ઓલાને ફટકાર્યો 1.5 કરોડથી વધુનો દંડ, જાણો શું છે મામલો?


જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 61.10 (0.38 ટકા) ની તેજી સાથે 16,119.40 ના લેવલ પર ખુલ્યો છે. આજના કારોબારી સેશનમાં 1241 શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. ત્યારે 329 શેરમાં વેચાણ જોવા મળી રહ્યું છે. 92 શેરના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube