નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમના બીજા દિવસે શેરમાર્કેટમાં જબરદસ્ત તેજી જોવામાં આવી રહી છે. આજે સેન્સેક્સ 200 પોઇન્ટથી વધારે ઉછાળા સાથે 40000ના સ્તરને પાર કરી ગયો છે. NIFTY પણ 70 પોઇન્ટની તેજી સાથે 12000ના સ્તરને પાર ટ્રેન્ડ કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અઠવાડિયે ભેલ, ગેલ, ઈંડિગો, પંજાબ નેશનલ બેંક અને સ્પાઈસજેટ સહિત કેટલાક અન્ય મુખ્ય કંપનીની ત્રિમાસિક પરિણામ સામે આવવાના છે. જેના પર પણ શેયર બજારની નજર રહેશે. વિશ્લેષકો મુજબ અમેરિકા અને ચીન વચ્ચે ચાલુ વેપાર વિવાદ રૂપિયા અને કાચા તેલમાં ઉતાર-ચઢાવ વિદેશી રોકાણકારો રોકાણ પ્રવૃત્તિ પણ વેપારને પ્રભાવિત કરશે.


ગઈ કાલે વડાપ્રધાનના ઉપરાંત 57 સભ્યોએ પદ અને ગોપનિયતાના શપથ લીધા છે. જેમાં 24 કેબિનેટ મંત્રી સામેલ છે. 9 સ્વતંત્ર ચાર્જવાળા રાજ્યમંત્રી છે. ત્યારે 24 રાજ્યમંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ લીધા છે. સંભવ છે કે, શુક્રવારે મંત્રીઓના વિભાગોની વહેંચણી થઇ જશે. રાજનાથ સિંહ મોદી મંત્રીમંડળમાં બીજા નંબર પર રહેશે અને તેઓ ગૃહ મંત્રી બનશે કે નહીં તે હજુ નક્કી નથી. બીજા વિભાગ નાણા મંત્રાલયથી જોડાયેલા છે અને નાણા મંત્રાલયની જવાબદારી કોને મળશે તેના પર અત્યારે દુવિધા છે.


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક..