મુંબઈઃ વ્યાપાર સત્રના પ્રથમ દિવસે સોમવારે શેર બજાર ઉછાળા સાથે બંધ થયું હતું. બીએસઈના 31 કંપનીઓના શેરો પર આધારિત સેન્સરી ઇન્ડેક્સ સેન્સેક્સ 382.67 પોઈન્ટ (1.04%)ના ઉછાળાથી 37,054.10 પર બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની 50 કંપનીઓના શેરો પર આધારિત  સેન્સરી ઇન્ડેક્સ નિફ્ટી 140.90 (1.28%)ના વધારા સાથે 11,176.30 પર બંધ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારોબાર દરમિયાન સેન્સેક્સે 7,106.19નું ઉપરી સ્તર, જ્યારે 36,726.39ના નિચલા સ્તર પર પહોંચ્યો હતો. તો નિફ્ટી 11,175.00ના ઉપરી સ્તર, તો 1,059.85ના નિચલા સ્તર સુધી ગઈ હતી. 


બીએસઈ પર ભારતીય એરટેલના શેરોમાં 8.08 ટકા, પાવરગ્રિડમાં 3.90 ટકા, કોલ ઈન્ડિયામાં 3.80 ટકા, રિલાયન્સમાં 2.7 ટકા અને વેદાંતાના શેરોમાં 2.52 ટકાનો વધારો નોંધાયો હતો. તો ટીસીએસના શેરોમાં 0.41 ટકા, એચસીએલ ટેકમાં 0.39 ટકા, એનટીપીસીમાં 0.23 ટકા, ઇંડસઇંડ બેન્કમાં 0.21 ટકા અને ઇન્ફોસિસના શેરોમાં 0.13 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 


એનએસઈ પર ભારતીય એરટેલના શેરોમાં 8.42 ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં 5.54 ટકા, બીપીસીએલમાં 5.31 ટકા, આયશર મોટર્સમાં 4.79 ટકા અને ઇંફ્રાટેલના શેરોમાં 4.34 ટકાનો વધારો દેખાયો હતો. તો એનટીપીસીના શેરોમાં 0.95 ટકા, ટીસીએસમાં 0.52 ટકા, ઝી લિમિટેડમાં 0.52 ટકા, એચસીએલટેકમાં 0.51 ટકા અને ટક મહિન્દ્રાના શેરમાં 0.51 ટકાનો ઘટાડો થયો હતો.