શેરબજાર ધડામઃ સેન્સેક્સમાં 590 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 10,750ની નીચે પહોંચ્યો
ગુરૂવારે યસ બેન્કના ભાવમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો, યસ બેન્કના શેરના ભાવ 13.91 પોઈન્ટ ઘટ્યા, સીજી પાવરમાં કોર્પોરેટ ગવર્નન્સના હસ્તક્ષેપ બાબતે ખાનગી રોકાણકારોનો વિશ્વાસ તુટ્યો
નવી દિલ્હીઃ શેર બજાર સતત ત્રીજા દિવસે તુટ્યું છે. ઘરેલુ અર્થતંત્રમાં જોવા મળી રહેલી મંદીના કારણે ગુરૂવારે પણ રોકાણકારોનો શેરબજારમાં વિશ્વાસ ઉઠેલો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સમાં 587.55 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને 1.59 ટકાના ઘટાડા સાથે 36,472.93 પર સેન્સેક્સ બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી પણ 177.35 પોઈન્ટ ગબડીને 1.62 ટકાના ઘટાડા સાથે 10,741.35 પોઈન્ટ પર બંધ થયો હતો.
ગુરૂવારે યસ બેન્કના ભાવમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો, યસ બેન્કના શેરના ભાવ 13.91 પોઈન્ટ ઘટ્યા, સીજી પાવરમાં કોર્પોરેટ ગવર્નન્સના હસ્તક્ષેપ બાબતે ખાનગી રોકાણકારોનો વિશ્વાસ તુટ્યો હતો. સીજી પાવરમાં ખાનગી રોકાણકારોનો મોટો હિસ્સો છે.
આ ઉપરાંત, વેદાન્તા, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, એસબીઆી, હર્મોટો કોર્પ., ICICI બેન્ક, ટાટા સ્ટાલી, NTPC, HDFC અને HDFC બેન્કોના શેરમાં 7.76 પોઈન્ટ જેટલો ઘટાડો નોંધાયો હતો. જોકે, ટેક મહિન્દ્રા, TCS, HUL અને HUL Tech. ના ભાવમાં 1.57 ટકાનો વધારો જવા મળ્યો હતો.
બુધવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ.770.81 કરોડના શેર વેચી નાખ્યા હતા, જ્યારે ઘરેલુ સંસ્થાકિય રોકાણકારોએ બુધવારે રૂ.353.97 કરોડના શેર ખરીદ્યા હતા.
ગુરૂવારે સવારના સેશનમાં પણ સેન્સેક્સમાં 267.64 પોઈન્ટના ઘટાડો થયો હતો અને સેન્સેક્સ 37,060.37 પોઈન્ટ પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ ઉઘડતા બજારે 98.30 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
જુઓ LIVE TV....