ફ્રીમાં શેર આપશે આ કંપની, સ્પ્લિટ થશે સ્ટોક, શેર ખરીદવાની લૂટ, 188 પર પહોંચ્યો ભાવ
Bonus Stock Split: બોનસ શેરના મુદ્દા પર વિચાર કરવા માટે મારૂતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Maruti Infrastructure) નું બોર્ડ 22 જૂને બેઠક કરશે.
Bonus Stock Split: બોનસ શેરના મુદ્દા પર વિચાર કરવા માટે મારૂતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Maruti Infrastructure) નું બોર્ડ 22 જૂને બેઠક કરશે. કંપનીના ઈતિહાસમાં આ પ્રથમવાર હશે જ્યારે તે આ પ્રકારના પ્રસ્તાવ પર વિચાર કરશે. આ દિવસે મારૂતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક સ્પ્લિટના પ્રસ્તાવ પર પણ વિચાર કરશે. કંપનીના શેરની ફેસ વેલ્યૂ વર્તમાનમાં 10 રૂપિયા છે. કંપનીએ આ પહેલા ક્યારેય સ્ટોકનું વિભાજન કર્યું નથી. બોનસ ઈશ્યૂ અને સ્ટોક વિભાજન બંને માટે રેકોર્ડ ડેટ હજુ નક્કી થઈ નથી.
કંપનીના શેર
કંપનીના શેર આજે 17 ટકા વધી 188 રૂપિયા પર પહોંચી ગયા છે. તેની 52 વીકની હાઈ પ્રાઇઝ 199 રૂપિયા છે અને 52 વીકની લો પ્રાઇઝ 99 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 233.06 કરોડ રૂપિયા છે.
કંપનીની યોજના
બોનસ શેર કંપની દ્વારા તેના હાલના શેરધારકોને સંપૂર્ણ પેઇડ-અપ શેર તરીકે મફતમાં વહેંચવામાં આવે છે. આ સામાન્ય રીતે કંપની પ્રતિ શેર આવક વધારવા, મૂડી આધાર વધારવા અને મુક્ત ભંડારને ઘટાડવા માટે કરવામાં આવે છે. સ્ટોક સ્પ્લિટને સામાન્ય રીતે એક કંપની દ્વારા પોતાના બાકી શેરને વધારવા માટે માનવામાં આવે છે અને સ્ટોકને પોતાના શેરધારકો માટે વધુ સસ્તો બનાવી ટ્રેડિંગ લિક્વિડિટીમાં સુધાર પણ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ 15 વર્ષમાં બની જશો 1 કરોડના માલિક, આ છે રોકાણની સુપરહિટ ટ્રિક
કંપનીનો કારોબાર
નોંધનીય છે કે મારૂતિ ઈન્ફ્રા ઈડબ્લ્યૂએસ આવાર પરિયોજના અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના ઈન્ફ્રા અને નિર્માણમાં સામેલ છે. અમદાવાદમાં સ્થિત તે કોમર્શિયલ અને આવાસીય બંને ક્ષેત્રમાં સામેલ છે. તેની વેબસાઇટ પ્રમાણે તેની પાસે આશરે 207.25 કરોડ રૂપિયાનું કામ છે, જે આગામી બે વર્ષમાં પૂરુ થઈ જશે.