મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)એ સ્વિફ્ટ (Swift) ના વેચાણમાં જોરદાર વધારા બાદ આ મોડલ પર મોટો દાવ લગાવવાની યોજના બનાવી છે. આ મોડલ ગત 13 વર્ષોથી બજારમાં રાજ કરી રહ્યું છે. તેણે નવેમ્બરમાં વેચાણના મામલે અલ્ટોને પણ માત આપી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર મારૂતિ તેનું RS વર્જન લાવવાની તૈયારીમાં છે, જેને નેક્સાના નેટવર્ક દ્વારા વેચવામાં આવશે. કંપની તેને માર્ચ 2019માં લોંચ કરી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકવાર ચાર્જિંગ કરશો તો 180 KM દોડશે આ સ્કૂટર, માત્ર 5 હજારમાં કરાવો બુકિંગ


દમદાર હશે એન્જીન
તેનું એન્જીન સ્વિફ્ટ સ્પોર્ટની માફક 1.4 લીટરની ક્ષમતાનું હશે નહી. તેમાં બલેનો RS નું 1.0 લીટરનું ટર્બો ટ્રિપલ એન્જીન લગાવવામાં આવી શકે છે. ગાડીવાડીના સમાચાર અનુસાર આ 101 બીએચપી પર 5500 આરપીમ જનરેટ કરશે. તેમાં 5 ગિયર હશે. 


સ્વિફ્ટનું બંપર વેચાણ રહ્યું છે
વર્ષ 2005માં લોચિંગ બાદથી અત્યાર સુધી સ્વિફ્ટે 20 લાખ યૂનિટના વેચાણનો આંકડો પાર કરી લીધો છે. મારૂતિ સ્વિફ્ટે 5 લાખ વેચાણનો આંકડો સપ્ટેમ્બર 2010માં પાર કરી લીધો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2013માં 10 લાખ યૂનિટનું વેચાણ, માર્ચ 2016માં 15 લાખ યૂનિટનું વેચાન અને આ વર્ષે નવેમ્બરમાં 20 લાખ યૂનિટના વેચાણનો આંકડો પાર કરી કર્યો હતો.

ભુલી જાઓ 'Wi-Fi', આવી ગઈ છે 'Li-Fi' : જે બદલી નાખશે તમારી ઈન્ટરનેટની દુનિયા


હાલના મોડલમાં 1.2 લીટર એન્જીન
બજારમાં વેચાઇ રહેલી સ્વિફ્ટનું હાલનું મોડલ પેટ્રોલ અને ડીઝલ એન્જીનમાં ઉપલબ્ધ છે. તેના પેટ્રોલ વર્જનમાં 1.2 લીટર (1200 સીસી) એન્જીન છે, જે 82 bhp નો પાવર જનરેટ કરે છે. ડીઝલ વર્જનમાં 1.3 લીટર (1300 સીસી) DDIS એન્જીન લાગે છે, જે 74 bhp નો પાવર જનરેટ કરે છે. બંનેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ એએમટી ગીયરબોક્સનું ઓપ્શન છે. મારૂતિ સુઝુકીનો દાવો છે કે તેનું પેટ્રોલ વર્જન 22 કિલોમીટર પ્રતિ લીટર અને ડીઝલ વર્જન 28.4 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. 

Marutiએ દિલ્હીમાં લોન્ચ કરી નવી Ertiga, જાણો આ છે કિંમત અને લાક્ષણિકતાઓ


સ્વિફ્ટમાં છે આ બધા એસેસરીઝ પણ
નવી જનરેશન એટલે ત્રીજી જનરેશનની સ્વિફ્ટ કારમાં ટચસ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ છે. આ એપ્પલ કાર પ્લે અને એંડ્રોઇડ ઓટો કનેક્ટિવિટીથી સજ્જ છે. આ ઉપરાંત પ્રોજેક્ટર હેડલેંપ, એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ અને ડાયમંડ કપ એલોય વ્હીલ્સ છે. સુરક્ષાની દ્વષ્ટિએ તેમાં ડુઅલ એરબેગ, એંટીલોક બ્રેકિંગન સિસ્ટમની સાથે બ્રેક ડિસ્ટ્રિબ્યૂશન અને આઇસોફિક્સ બાળકોની સીટ આપવામાં આવી છે.