નવી દિલ્હી: મારૂતિ સુઝુકીએ બે દિવસ પહેલા તેની નવી આર્ટિગા લોન્ચ કરી છે. નવી અર્ટિગાની 7.44 લાખ રૂપિયાથી શરૂઆત થાય છે. આ અર્ટિગાનું સેકન્ટ જનરેશન મોડલ છે. કંપનીએ નવી અર્ટીગાને પેટ્રોલ અને ડિઝલ એન્જીનના ઓપ્શનમાં બજારમાં રજૂ કરી છે. ત્યારે હવે તેનુ CNG મોડલ લાવવાની તૈયારીમાં છે. માડિયા રિપોર્ટ્સમાં જણાવામાં આવ્યું છે, કે નવી મારૂતિ અર્ટિગાને સીએનજી ઓપ્શનમાં પણ લોન્ચ કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે, કે જૂની અર્ટીગા CNG વેરિએન્ટમાં ફ્લીટ સર્વિસમાં જોરદાર હીટ થઇ હતી. માટે નવી અર્ટિગાને પણ CNG વર્જનમાં લાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે થશે લોન્ચ
મીડિયા રિપોર્ટ્સમાં જણાવામાં આવ્યું છે, કે નવી અર્ટિગાનું CNG મોડલ આવાનારા 6 મહિનામાં બજારમાં આવી શકે છે. કંપનીનું પ્લાનિંગ છે, કે પેટ્રોલ વેરિએન્ટમાં ઉપયોગમાં લેવાતુ એન્જીનને વહેલી તકે ટ્યુન કરીને CNG વેરિએન્ટ ઉતારવામાં આવશે. તેના માટે કંપનીએ 1.5 લીટર પેટ્રોલ એન્જીનની સાથે CNG ફ્યુલને પણ ટ્યુન કરવાનું શરૂ કરી દીધું છે. કિંમતની વાત કરીએ તો CNG વેરિએન્ટની કિંમત હાલના મોડલ કરતા વધારે હશે. તેની કિંમતને લઇને હજી સુઝી કોઇ પણ જાણકારી મળી નથી.


સૌથી સ્માર્ટ ટેક્નોલોજીનો થશે ઉપયોગ
માડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો મારૂતિ નવી અર્ટિગાને CNG વેરિએન્ટમાં સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય પહેલી વાર ડ્યુઅલ બેટરી સેટઅપ પણ આપવામાં આવી શકે છે. પરંતુ, કંપની તરફથી CNG વેરિએન્ટને લઇને કોઇ પણ અધિકારીક ખાતરી આપવામાં આવી નથી.



સ્પોર્ટી લુકમાં હશે આ કાર
હાલમાંજ સામે આવેલી આર્ટિગાની તસવીરો અનુસરા આ ગાડીનો થોડો સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. આ ગાડીના વીલ બેસ 2740 મિલીમીટર અને 32 વીચરનું બૂટ સ્પેસ હોવાની સંભાવના દેખાઇ રહી છે. આ ગાડીમાં કંપની તરપથી 1.5 લીટર સીરીઝ પેટ્રોલ એન્જીનના પ્રયોગની વાત પણ કરવામાં આવી રહી છે. જ્યારે આ ગડીના ડીઝળ વેરિએન્ટ 1.3 લીટર અને ડીઝલ પ્રયોગ કરવામાં આવ્યો છે.


કેટલી આપશે એવરેજ
મારૂતિ સુઝુકી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, કે નવી અર્ટિગાનું મેન્યુઅલ પેટ્રોલ મોડલ 19.34 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપશે, જ્યારે ઓટોમેટિક મોડલ 18.69 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપશે, જ્યારે ડીઝલ મોડલની વાત કરીએ તો નવી અર્ટિગા 25.47 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપી શકે છે.