નવી દિલ્હી : દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ( Maruti Suzuki )ની સફળ હેચબેક કાર વેગનઆર ( WagonR )નું નવું મોડલ 23મી જાન્યુઆરીએ લોન્ચ થવાનું છે. આ માટે કંપનીએ સોમવારથી બુકિંગ શરૂ કર્યું છે. જો તમે નવી વેગન આર ખરીદવા ઇચ્છતા હોવ તો નજીકના ડિલર પાસે જઇને માત્ર 11 હજાર રૂપિયામાં નવી વેગન આર કાર બૂક કરાવી શકો છો. આ ઉપરાંત ગ્રાહક કંપનીની વેબસાઇટના માધ્યમથી પણ ઓનલાઇન બુકિંગ કરાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી વેગનઆર માટે કંપની ઉત્સુક
મારૂતિ તરફથી નવી વેગનઆરને 23મી જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવનાર છે. જેનો ગ્રાહકોને તો ઇંતજાર છે પણ સાથોસાથ કંપની પણ પોતાનું નવું મોડલ બજારમાં ઉતારવા માટે ઉત્સુક છે. બિગ નવી વેગન આર ( Big New WagonR) માં 1.2 લિટર પેટ્રોલ એંજિન સાથે 1 લિટર પેટ્રોલ એંજિન પણ હશે. કંપની તરફથી જાણકારી આપવામાં આવી છે કે નવી વેગનઆર ઓટોમેટિક ગિયર શિફ્ટ વેરિઅન્ટ પણ હશે. કંપનીએ જણાવ્યું કે નવી કારને હર્ટેક્ટ પ્લેટફોર્મ (HEARTECH Platform ) પર તૈયાર કરવામાં આવી છે. જેનાથી કાર અગાઉ કરતાં વધુ સ્ટેબલ, મજબૂત અને સુરક્ષિત બની છે. 


સેફ્ટી ફિચરમાં કરાયો સુધારો
કારમાં ઉપયોગમાં લેવાયેલ ઉચ્ચ ગુણવત્તાવાળા સેફ્ટી ફિચરને લીધે કાર અગાઉ કરતાં વધુ સુરક્ષિત બની છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ઘણા સુધાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેફ્ટી ફિચર અંતર્ગત ડ્રાઇવર એરબેગ, ઇલેકટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન (EBD) સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી છે. કારમાં ફ્રંન્ટ સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને રિયર પાર્કિંગ સેન્સર પણ આપવામાં આવ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ પણ દાવો કરાયો છે કે મારૂતિ નવી વેગનઆરમાં CNG મોડલ નહીં ઉતારે. 


આવો છે નવી વેગનઆરનો લૂક
કંપની તરફથી કારના લુક અંગે સત્તાવાર રીતે કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ કહેવાઇ રહ્યું છે કે, ફ્રંન્ટ હેડલેમ્પની ડિઝાઇન બદલવામાં આવી છે. ઇન્ટીરિયર ડિઝાઇન વર્તમાન મોડલથી એકદમ અલગ છે. આ બીઝ એન્ડ બ્રાઉન થીમ કલરમાં આપવામાં આવી છે. સેન્ટર કંન્સોલમાં ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ છે. નવું થ્રી સ્પોક મલ્ટીફંક્શન સ્ટીયરિંગ વ્હીલ છે અને એની પર એલ્યૂમિનિયમ ફિનિશ ટચ અપાયો છે. 


કોની સાથે થશે ટક્કર
માનવામાં આવી રહ્યું છે કે, આ નવી વેગન આર કાર આવવાથી આ સેગમેન્ટની કાર વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ખાસ કરીને તાજેતરમાં જ લોન્ચ થયેલી હ્યૂન્ડાઇની નવી સેન્ટ્રો સાથે જબરજસ્ત ટક્કર થઇ શકે છે. હ્યૂન્ડાઇની નવી સેન્ટ્રો કારને નવા રૂપમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ એને પોતાની અન્ય એક કાર આઇ10 મોડલને બંધ કરીને એક નવા અંદાજમાં તૈયાર કરવામાં આવી છે.


વેપારના વધુ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો