નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) તરફથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીને તાજેતરમાં બે મોડેલોમાં તકનીકી ખામી (Technical Fault) સંબંધિત ગ્રાહકો તરફથી ફરિયાદો મળી છે. હવે મારુતિએ આ બે બેસ્ટ સેલિંગ ગાડીઓ પાછી મગાવી છે. આ ફરીથી તકનીકી ખામી દુર કરવામાં આવશે અને મોકલવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શું દુનિયામાં સૌથી ધનિક બનવાના છે અંબાણી?, એક જ દિવસમાં જાણો ક્યાંથી ક્યાં પહોંચ્યા


Wagon R અને Balenoમાં મળી તકનીકી ખામી
મારુતિ સુઝુકીએ કહ્યું છે કે, તેમની સૌથી વધુ વેચાયેલી કાર વેગન આર (Wagon R) અને બલેનો (Baleno)માં ખરાબ ફ્યુઅલ પમ્પ હોવાની ફરિયાદો આવી છે. કંપનીએ કહ્યું છે કે તેણે ખામીયુક્ત ઇંધણ પંપને તપાસવા અને તેને બદલવા માટે 1,34,885 (Wagon R) અને (Baleno) મોડેલ કારને પાછી મગાવી છે.


આ પણ વાંચો:- માલદાર થવાની આ છે દમદાર ફોરમ્યુલા, રોજ 200 રૂપિયા બચાવીને બની શકો છો કરોડપતિ


એમએસઆઈએ શેર બજારોને મોકલવામાં આવેલી નિયમનકારી માહિતીમાં કહ્યું છે કે, તે આ કામ સ્વૈચ્છિક રીતે કરી રહ્યું છે. તે 15 નવેમ્બર 2018 થી 15 ઓક્ટોબર 2019 વચ્ચે ઉત્પાદિત વેગન-આર (એક લિટર) અને 8 જાન્યુઆરી 2019થી 4 નવેમ્બર 2019 વચ્ચે બનેલી બલેનો (પેટ્રોલ) કારને પાછી મગાવી છે. તેમણે કહ્યું છે કે, આ બદલામાં કંપનીના બંને પ્રકારનાં 1,34,885 વાહનો પરત આપી શકે છે.


આ પણ વાંચો:- રિલાયન્સ જીયોમાં ગૂગલ કરી શકે છે 30 હજાર કરોડનું રોકાણ, છેલ્લા તબક્કામાં વાતચીત


વાહન કંપનીએ કહ્યું કે, કંપનીની આ પહેલથી વેગન-આરના 56,663 એકમો અને બલેનોના 78,222 એકમો ઇંધણ પંપમાં ખામી હોવાનો મામલો હોઇ શકે છે. આમાં, ખરાબ ભાગને કોઈ શુલ્ક લીધા વિના બદલવામાં આવશે.


માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં આ વાપસી અભિયાન અંતર્ગત સંબંધિત વાહનના માલિકનોને કંપનીના અધિકૃત ડીલર દ્વારા સંપર્ક કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube