ફક્ત 11000 રૂપિયામાં બુક કરો Marutiની આ નવી કાર, જાણો પુરી ડિટેલ
દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયા (MSI)એ પોતાના એસ-ક્રોસ (S-Cross model)ના પેટ્રોલ વર્જન માટે બુકિંગ શરૂ કરી દીધું છે. કંપની આ મોડલને ઓગસ્ટમાં રજૂ કરશે. ગ્રાહક નેક્શા શોરૂમમાં 1100011000 રૂપિયામાં તેને બુક કરાવી શકો છો.
નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયા (MSI)એ પોતાના એસ-ક્રોસ (S-Cross model)ના પેટ્રોલ વર્જન માટે બુકિંગ શરૂ કરી દીધું છે. કંપની આ મોડલને ઓગસ્ટમાં રજૂ કરશે. ગ્રાહક નેક્શા શોરૂમમાં 1100011000 રૂપિયામાં તેને બુક કરાવી શકો છો.
મારૂતિના અનુસાર આ S-cross મોડલ લીટરના BS-VI પેટ્રોલ પાવરટ્રેન એન્જીન (Powertrain engine) માં આવશે. તેમાં સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજી (Smart hybrid technology) આપવામાં આવી છે. કંપની એસ-ક્રોસ (S-Cross)નું વેચાણ પોતાના નેક્સા નેટવર્ક દ્વાર કરે છે.
પહેલાં આ મોડલ ફક્ત ડીઝલ એન્જીન આવતું હતું. જે સમયે આ મોડલ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં ફિએટ (Fiat)નું 1.6 લીટર એન્જીન લાગેલું હતું. પછી તેમાં 1.3 લીટરના પાવરટ્રેન એન્જીનનો ઉપયોગ થવા લાગ્યો.
એમએસઆઇના ED (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવના અનુસાર નેક્સાના પોર્ટફોલિયોમાં S-Crossનું વિશેષ સ્થાન છે. આ નેક્સાનું મુખ્ય ઉત્પાદક છે. અત્યાર સુધી તેના ગ્રાહકોની સંખ્યા 1.25 લાખ છે.
તમને જણાવી દઇએ કે કંપનીએ ઓટો એક્સપો 2020 (auto expo 2020) માં કોમ્પેક્ટ સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ (SUV) વિટારા બ્રેજા (Vitara Brezza) નું પેટ્રોલ વર્જન પ્રદર્શિત કર્યું હતું. તે સમય સુધી તેનું ફક્ત ડિઝલ વર્જન જ ઉપલબ્ધ હતું. કંપનીએ જાહેરાત કરી હતી કે તે એસ-ક્રોસ (S-Cross)નું પેટ્રોલ વર્જન પણ લાવવાની તૈયારીમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube