નવી દિલ્હી: દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા (MSI)એ તેમની Maruti Suzuki Subscribe ઓફરનો વિસ્તાર કર્યો છે. તેના અંતર્ગત સબ્સક્રિપ્શન ઓફરમાં બીજા કેટલાક મોડલ પર સામેલ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 શહેરોમાં લોન્ચ થઈ ઓફર
MSI તરફથી જારી એક નિવેદન અનુસાર દિલ્હી એનસીઆર, બેંગલુરૂ, હૈદરાબાદ, પુણે, મુંબઇ, ચેન્નાઈ અને અમદાવાદમાં Maruti Suzuki Subscribe ઓફર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે. આ ઓફરમાં હવે S-Cross, Ignis અને WagonR કાર પણ સામેલ કરી છે.


આ પણ વાંચો:- Fixed Deposit: આ 5 બેંક આપી રહી છે FD પર સૌથી વધારે રિટર્ન


વગર ખરીદીએ ઘરે લાવો આ કાર
મારુતિએ કહ્યું છે કે, NEXAની Ignis અને Maruti Suzukiની Wagon Rને જોડવાની સાથે જ તેના સબ્સક્રિપ્શન પ્લાન લોકો માટે ઘણા સસ્તા થઈ ગયા છે. લોકો ઓછો માસીક સબ્સક્રિપ્શન ચાર્જ આપી સરળતાથી તેમની બ્રેન્ડ ન્યૂ કાર ઘરે લઈ જઈ શકે છે. દિલ્હીમાં Wagon R Lxi માટે અહીં માસીક ચાર્જ 12,722 રૂપિયા અને Ignis Sigma માટે 13,772 રૂપિયા નક્કી કરવામાં આવ્યા. લોકો 48 મહિના સુધી આ ચાર્જ આપી આ કારને તેમની બનાવી શકે છે.


આ પણ વાંચો:- નબળા સૈનિકોને Super Soldier બનાવવા માંગે છે China, આ ટેકનોલોજી પર કરી રહ્યું છે કામ


ગ્રાહકોના નામ નોંધણી માટેની સુવિધા
કંપનીએ કહ્યું કે, Maruti Suzuki Subscribe ઓફર અંતર્ગત તેમણે દેશના 8 શહેરોમાં સફેદ નંબર પ્લેટ (ગ્રાહકના નામે નોંધાયેલ)ની સુવિધા પણ શરૂ કરી છે. આ ઓફર અંતર્ગત તમે ખરીદ્યા વગર મારુતી સુઝુકીની નવી Swift, Dzire, Vitara Brezza, Ertiga અને NEXAની Baleno, Ciaz તેમજ XL6 કાર તેમના ઘરે લઈ જઈ શકશો.


આ પણ વાંચો:- નરેન્દ્ર મોદીએ PM પદ મેળવ્યું, મનમોહન સિંઘની ઓફર કરવામાં આવી: પ્રણવ મુખર્જી


શું છે Maruti Suzuki Subscribe ઓફર
કંપનીના આ ઓફરમાં કોઈપણ વ્યક્તિ માસિક ચાર્જ આપી બ્રાન્ડ ન્યૂ કારને તેમના ઘરે લઈ જઈ શકે છે. તે પ્રત્યેક કાર માટે માસીક સબ્સક્રિપ્શન ચાર્જ ચૂકવવાનો હોય છે. આ ચાર્જમાં કારનું મેન્ટેન્સ, રોડ પર થતી દુર્ધટનાઓમાં સહાયતા અને કારનો ઇન્શ્યુરન્સ સામેલ હોય છે.


આ પણ વાંચો:- વેક્સીન માટે નથી થઈ કોઈ એપ લોન્ચ, સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ચેતવ્યા


પ્લાન પૂર્ણ થવા પર કરી શકાય છે એક્સટેન્ડ
કંપનીના જણાવ્યા અનુસાર આ માટે 24, 36 અને 48 મહિનાની વિવિધ સબ્સ્ક્રિપ્શન યોજનાઓ બનાવવામાં આવી છે. લોકો તેમની સુવિધા મુજબ કોઈ યોજના પસંદ કરી શકે છે. યોજનાની સમાપ્તિ પછી, લોકો તેને તેમની પસંદગી દ્વારા વિસ્તૃત કરી શકે છે અથવા કારને બદલી બીજી કાર લઈ શકે છે. જો તેઓ ઇચ્છતા હોય તો, તેઓ તે જ કારને બજાર દરે ખરીદી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube