નવી દિલ્હી : જો તમારી પાસે મારૂતીની કાર છે તો તેમાં કોઇ પણ ખરાબી આવે છે તો મારૂતી તમને કારની તમામ કિંમત પાછી આપશે. ગાડીઓમાં ખામીઓને કંપની સારી નથી કરતી તો એવું કરવું પડશે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે દેશી સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતી સુઝુકી પોતાનાં એક મોડેલમાં આવેલ ખરાબો સારી કરી નહોતી શકી. જેનાં કારણે આ કેસ કંજ્યૂમર કમિશન પહોંચ્યો તો ચુકાદો ગ્રાહકનાં પક્ષમાં આવ્યો હતો. મારૂતીને કારની કિંમત પાછી આપવાનો આદેશ આપ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંધ્ર પ્રદેશનાં નિવાસી ડોક્ટર કે.એસ કિશોરે 10 જાન્યુઆરી, 2003એ મારૂતી સુઝુકી અલ્ટો LX 800 કાર ખરીદી હતી. આ કારમાં તેમણે 3.3 લાખ રૂપિયામાં ખરીદી હતી. તેનાં અનુસાર આ કારને બીજા, ત્રીજા અને ચોથા ગિયરમાં ચલાવવામાં જર્ક અનુભવાતો હતો અને અવાજ આવતો હતો. તેની ફરિયાદ ડીલર અને કંપની બંન્ને પાસે કરવામાં આવી અને સમસ્યાનું સમાધાન નથી થયું. 

ગ્રાહકે જણાવ્યું કે, કઇ બાર ડીલર પાસે ચક્કર લગાવ્યા બાદ પણ કારમાં રહેલી સમસ્યા ઉકેલ આવ્યો નહોતો. ત્યાર બાદ ડો. કિશોરે કંજ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. જેનાં પગલે કોર્ટની પેનલે મારૂતી સુઝુકી ઇન્ડિયા લિમિટેડને કારની સંપુર્ણ કિંમત પાછી આપવા માટેનાં નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સાથે સાથે ટાંક્યું કે કોઇ ગાડીમાં જો ખરાબી આવે છે તો વાહન નિર્માતા કંપનીની જવાબદારી છે. તે આ ખરાબીને દુર કરે. જો ખરાબી દુર નહી થાય તો કંપનીને ગાડીની તમામ કિંમત ગ્રાહકને પાછી આપવી પડશે.