નવી દિલ્હી: 2021થી દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (Maruti suzuki India) તેના ગ્રાહકોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. કંપની ફરી એકવાર ડીઝલ કારનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. ખાસ કરીને SUV અને MPV વાહનોની માંગ ખૂબ સારી છે, જેના કારણે મારુતિ ફરીથી ડીઝલ વાહન ક્ષેત્રમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- હવે કોઈપણ સમયે કરો પૈસા ટ્રાન્સફર, આજે મધ્યરાત્રીથી 24 કલાક કામ કરશે RTGS સર્વિસ


આ વર્ષે એપ્રિલથી ભારત સ્ટેજ-6 (BS VI) ઉત્સર્જન ધોરણ અમલમાં આવ્યા પછી, ઓટોમોબાઈલ મેજરે ડીઝલ મોડેલો બંધ કરી દીધા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે મારુતિએ પોતાનો માનેસર પાવરટ્રેન પ્લાન્ટ શરૂ કર્યો છે જેથી તે આવતા વર્ષ અથવા તહેવારની સીઝનથી BS-VI ડીઝલ એન્જિન રજૂ કરવાનું શરૂ કરી શકે.


આ પણ વાંચો:- Petrol Diesel Price Today: જાણો કેટલી છે તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત


આ વાહનોમાં ડીઝલ મોડેલ આવશે
સૂત્રોએ પુષ્ટિ આપી છે કે કંપની Ertiga અને Vitara Brezza મોડેલોમાં BS-VI અનુકૂળ ડીઝલ પાવરટ્રેનનો ઉપયોગ કરીને ઘરેલું બજારમાં પ્રવેશ કરી શકે છે. જોકે, મારુતિએ ફરીથી ડીઝલ સેગમેન્ટમાં પ્રવેશ માટે કોઈ ખાસ કારણ આપ્યું નથી. અગાઉ, કંપનીએ સમાન પ્લાન્ટમાં વિકસિત 1,500-સીસી BS-VI ઉત્સર્જન માનક ડીઝલ એન્જિન બનાવ્યા હતા. કંપનીએ આ પાવરટ્રેનનો ઉપયોગ તેના સેડાન Ciaz અને Ertigaમાં થોડા સમય માટે કર્યો હતો. બાદમાં, તેણે ડીઝલ વિભાગ બંધ કર્યો.


આ પણ વાંચો:- શું 1 જાન્યુઆરી બાદ UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે? ખાસ જાણો જવાબ...નહીં તો ભરપેટ પસ્તાશો


BS VI Engine Vehicle
તે સમયે કંપનીના અન્ય મોડલોમાં Maruti Vitara Brezza, Desire, Swift, S-Cross અને Balenoમાં ફિયાટનું 1,300 સીસીનું એન્જિન હતું. હાલમાં કંપનીની BS VI સિરીઝમાં 1 લિટર, 1.2 લિટર અને 1.5 લિટર પેટ્રોલ એન્જિન્સ છે.


આ પણ વાંચો:- BSE પર શરૂ થયું ખેડૂતો માટે ટ્રેડિંગ પ્લેટફોર્મ, તાત્કાલિક વેચી શકશો તમારી ખેતીની ઉપજ


2019માં બંધ કર્યું Diesel model
કંપની કેટલાક મોડેલોના CNG વર્ઝન પણ વેચે છે. 26 એપ્રિલ, 2019ના રોજ મારુતિના અધ્યક્ષ આર.સી.ભાર્ગવે જાહેરાત કરી કે કંપની ડિસેમ્બર 1, 2020થી તેના પોર્ટફોલિયોમાંથી ડીઝલ કારોને દૂર કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube