મારૂતિની એક અન્ય કાર વિટારા બ્રેઝાના વેચાણનો આંકડો નવેમ્બરમાં 14,378 યુનિટનો રહ્યો સૌથી વધુ વેચાનાર મુસાફર વાહનોની યાદીમાં વિટારા બ્રેઝા પાંચમા સ્થાને રહી. નવેમ્બર 2017માં વિટારા બ્રેઝાનો આંકડો 14,458 યુનિટનો રહ્યો આ ચોથા સ્થાન પર હતી છઠ્ઠા સ્થાને પણ મારૂતિની વેગન આર રહી. કંપનીએ તેની 11,311 યુનિટનું વેચાણ કર્યું. વેગન આર ગત નવેમ્બરમાં 14,038 યુનિટના વેચાણ સાથે પાંચમા સ્થાને હતી. આ પ્રકારે સૌથી વધુ વેચાનાર ટોચના મુસાફર વાહનોમાં પહેલાં સ્થાન પર મારૂતિનું જ મોડલ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારનું 'વિશેષ' ફરમાન, 15 જાન્યુઆરી પછી પહેરવું પડશે ફક્ત આ ખાસ હેલમેટ


હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિ. (એચએમઆઇએલ)ની પ્રીમિયમ હેચબેક ઇલિટ આઇ20 સૌથી વધુ વેચાનાર મુસાફર વાહનોની યાદીમાં 10,555 યુનિટના આંકડાની સાથે સાતમા સ્થાને રહી. નવેમ્બર 2017માં આઇ20 10,236 વાહનોના વેચાણ સાથે આઠમા સ્થાને હતી. 

આ બેટરી 15 મિનિટમાં જ ઇલેક્ટ્રિક ગાડીને કરી દેશે ચાર્જ, જાણો સુવિધા


એચએમઆઇએલની જ એસયૂવી ક્રેટા 9,677 યુનિટના વેચાણ સાથે આઠમા સ્થાને પર રહી ગત વર્ષે નવેમ્બરમાં કંપનીએ આ વાહનોના 8,528 યુનિટ વેચ્યા હતા અને આ નવમા સ્થાન પર હતી. એચએમઆઇએલની એક અન્ય મુસાફર કાર ગ્રાંડ આઇ 10,9,252 એકમોના વેચાણ સાથે નવમા સ્થાન પર રહી. નવેમ્બર 2017માં ગ્રાંડ આઇ10 ના વેચાણનો આંકડો 13,249 યુનિટ રહ્યો હતો અને આ સાતમા સ્થાન પર રહી હતી. 


ટોચની દસની યાદીમાં એચએમઆઇએલના સેંટ્રો મોડલે ફરી વાપસી કરી છે કંપનીએ આ વર્ષે ઓક્ટોબરમાં સેંટ્રોને નવેસરથી લોંચ કરી છે. આ મોડલને ડિસેમ્બર 2014માં બંધ કરવામાં આવ્યું હતું. નવેમ્બરમાં સેંટ્રોના વેચાણનો આંકડો 9,009 યુનિટનો રહ્યો હતો.